પૃષ્ઠ:Pankaj.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘેલછા : ૧૬૩
 


'તમે શા માટે આ હીરો ચોર્યો ?' ફોજદારે પીયૂષને પૂછ્યું.

'કંઈક કારણ તો હશે જ ને.' પીયૂષે કહ્યું.

'શુ કારણ હતું ?'

‘મારે જે કહેવાનું હશે તે હું અદાલતમાં જણાવીશ. તમારો હીરો જડ્યો છે, અને ગુનેગાર પકડાયો છે, એટલું બસ નથી?' પીયુષે કહ્યું.

'તમને પહેરામાં રાખવા પડશે.' ફોજદાર બોલ્યા.

'હું જાણું છું. મારી તૈયારી છે.' પીયુષે કહ્યું.

'તમે હવે અમારા પહેરામાં જ છો એમ માનજો.'

'ઠીક.' કહી પીયૂષ અદબ વાળી ઊભો રહ્યો.

ફોજદારે ચોરાયેલો હીરો કબજામાં લીધો, પંચ દ્વારા પંચક્યાસ કરાવ્યો અને પીયૂષને લઈ સહુ પાછા ફર્યા. વીણા બધો વખત પીયૂષ સામે જોયા જ કરતી હતી, પરંતુ પીયૂષની આંખ ક્ષણ માટે પણ વીણા તરફ વળી નહિ. ઓરડીની બહાર પીયૂષ નીકળ્યો અને વીણાથી બૂમ પાડી દેવાઈ.

'પીયૂષ !'

ફોજદાર અટક્યા. આરોપીએ ગુનો કબૂલ્યો હોવાથી, મુદ્દામાલ મળી આવેલ હોવાથી, તેમ જ વીણાના પિતાને ખોટું લગાડવાનો પ્રસંગ ટળી જવાથી, સભ્ય આરોપીને બનતી સગવડ આપવા તેઓ આતુર હતા. તેમણે પીયૂષને કહ્યું :

'તમારે કોઈને મળવું છે?'

'ના, જી.' પીયૂષે જવાબ આપ્યો.

'પેલાં બહેન તમને બેલાવે છે.'

'ભલે. એ મને હિંમત આપવા માગે છે; પણ મારું હૃદય સ્થિર છે. મારે કોઈને મળવું નથી.'

અદાલતમાં કામ ચાલ્યું. કામ બહુ સરળ હતું. હીરો ચોરાયો હતા, પીયૂષ એ ચોર્યાનો ગુનો કબૂલ કરતો હતો, શા માટે ચોરી