પૃષ્ઠ:Pankaj.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘેલછા : ૧૬૫
 

સેર તૂટી ગઈ હતી.'

બારીએથી જોતાં વીણાની ગાડી ચાલી જતી દેખાઈ. વીણાની સામે એક પુરુષ બેઠેલો હતો. તે ઘણું કરીને પીયુષ હતો. સ્વાભાવિક રીતે વીણા ઉપર સહુને શક ગયો. વીણા એ હીરો તેને પિતાની માલિકીના સમયમાં બહુ વખત પહેરી ફરતી હતી. વીણાને તે બહુ ગમે છે એમ કહી તેના પિતાએ ફરી પોતાને વેચવા માગણી પણ કરી હતી.

લાખે લેખાતી કિંમતવાળા હીરાની ચોરી જતી કરાય એમ ન હતું. ફરિયાદીએ બધી હકીકત પોલીસમાં જાહેર કરી. બન્ને ધનિકોના યુદ્ધમાં ભાગ લેવા માટે પોલીસ આતુર હતી. વીણા ઉપર આરોપ મુકાયો અને પોલીસ તેની તપાસ માટે નીકળી પડી.

વીણાની ઓરડીમાં જ - વીણા પાસેથી હીરો મળી આવ્યો. પરંતુ હીરાની ચોરી પીયૂષે કરી હતી એમ કબુલાત થઈ. કામ ચાલતા દરમિયાન વીણાની સ્થિતિ એટલી નાદુરસ્ત હતી કે તેનાથી અદાલતમાં આવી જુબાની આપી શકાય એમ હતું જ નહિ. આરોપી પીયૂષ ગુનો કબૂલ કરતો હતો. વીણાની ઓરડીમાં વીણા પાસે જ તે તપાસ વખતે ઊભો હતો. હીરો છોકરી પાસેથી ચોરાયો તે વખતે પણ વીણાની ગાડીમાં પીયૂષ હતો એવો પુરાવો પડ્યો હતો. વીણાની પ્રતિષ્ઠા, તેનું ચારિત્ર અને તેના પિતાની સંપત્તિનો વિચાર કરતાં વીણા ઉપર શક લેવાનું કારણ રહ્યું ન હતું. પીયૂષની સ્થિતિ સાધારણ કરતાં પણ નીચી કોટિની હતી. ચોરી કરતાં તેને કોઈએ જોયો ન હતો એ ખરું; તથાપિ તેણે ચોરી નથી કરી એવો બચાવ પણ કરવામાં આવતો ન હતો. વીણાની જુબાની એ કામે સારો પ્રકાશ પાડી શકત; પરંતુ તેને અદાલતમાં લવાય એમ હતું નહિ. પીયુષે જ બાળકીની રમતનો લાભ લઈ સેર તોડી હીરો લીધો હતો; વીણાએ સેર જોવા માગી ત્યારે તે તુટેલી હતી એમ તેણે જ કહ્યાનું બાળકીએ જણાવ્યું હતું : આમ પીયૂષની કબૂલાત મુજબ ગુનો સાબિત