પૃષ્ઠ:Pankaj.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમાન હક્ક

સહશિક્ષણના અનેક લાભો છે, તેમાં મુખ્ય લાભ તો એ છે કે યુવક–યુવતીને પરસ્પર પિછાનની પૂર્ણ તક મળે છે, સ્નેહલગ્ન માટે સુંદર ક્ષેત્ર તૈયાર થાય છે, અને માબાપની પસંદગીના પ્રણાલિકાવાદનો ભંગ કરી બંડખોર તેમ જ નમાલાં બધાંયને ગમતું લગ્ન કરી નાખી, બંડખોરનું મહાન, બિરદ મેળવવાની પણ સગવડ મળે છે. લાભ જેવો તેવો નથી.

સુકન્યા અને ભગીરથ સહશિક્ષણને પ્રભાવે ભણતાં ભણતાં જ સ્નેહમાં પડ્યાં અને ભણી રહ્યા પછી પરણી પણ ગયાં. સ્નેહ પરમ સુખ આપે છે. એ સુખ પણ તેમણે અનુભવ્યું, અને વગવાળા સંબંધ હોવાને લીધે ભગીરથને સારી નોકરી પણ મળી ગઈ. સંસ્કારી, સુરક્ષિત અને સુખી યુગલ જીવનના ઘેરા પડછાયામાંથી મુક્ત રહ્યું હતું.

સુકન્યાને પુરુષ મિત્ર હતા અને ભગીરથને સ્ત્રીમિત્ર હતી. સહશિક્ષણના યુગમાં એ નવાઈ કહેવાય નહિ. વળી વિદ્યાપીઠ એ સહશિક્ષણને પ્રભાવે પ્રેમની પણ પ્રયોગશાળા બનતું જાય છે, એટલે