પૃષ્ઠ:Pankaj.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમાન હક્ક : ૧૭૫
 


'પ્રભાકર, ખોટું લાગ્યું ?' સુકન્યાએ પૂછ્યું.

જૂના સમયમાં ધોલ મારવાપાત્ર મશ્કરી આજના ઉદાર યુગમાં સહી લેવાય છે એ ખરું, પરંતુ એ મશ્કરી મુખવિકૃતિ નથી કરતી એમ તો ન જ કહેવાય.

'ના ના.' પ્રભાકરે વિવેકથી જવાબ આપ્યો. અને તે ખાટલામાં આડો પડ્યો.

'ત્યારે તબિયત તે સારી છે ને?' સુકન્યાએ વધારે કાળજી કરી.

'ના. ઠીક છે.' ધીમે રહી પ્રભાકરે કહ્યું. જયાના મોટા ઘાંટાથી ટેવાયેલી સુકન્યાને લાગ્યું કે પ્રભાકરના કંઠની નરમાશ તેના દેહની નરમાશનું સૂચન છે. તેણે સ્વાભાવિક રીતે સૂતેલા પ્રભાકરને કપાળે હાથ મૂક્યો.

કોઈ પણ યુવતીને કપાળે મૂકેલો હસ્ત હરકોઈ યુવકને ગમે છે – પછી તે યુવક શાન્ત હોય કે અશાન્ત હોય ! અબોલ પ્રભાકર આ પ્રસંગે પણ અબોલ રહ્યો. સુકન્યા સમજી કે પ્રભાકરનું મસ્તક દુ:ખતું તેશે. તેણે તેને માથે હાથ ફેરવ્યો, અને તેનું માથું પાંચેક મિનિટ સુધી દબાવી આપ્યું.

'હવે ઠીક લાગે છે ?' પાંચ મિનિટ થતાં સુકન્યાએ પૂછ્યું.

પ્રભાકર કંઈ બોલ્યો નહિ. અબોલ રહેવામાં લાભ સમાય છે એમ તેને દેખાતું હતું. પરંતુ સુકન્યા પ્રભાકરને ઊંઘી ગયેલો માની પાછી ફરી.

'જયા ! હવે તું યે સૂઈ જા બોલતાં થાકતી પણ નથી.' પ્રભાકરને ખેંચી જતી સુકન્યાને પગલે ચાલતા તેના સ્નેહી પતિએ જયાને કહ્યું પરંતુ તેણે જયાનો હાથ ખેંચ્યો નહિ. હાથ ખેંચવાની જરૂર પણ ન હતી. જયા અને ભગીરથ એક સોફા ઉપર બેઠાં હતાં. સહશિક્ષણમાં સહબેઠક શક્ય છે.

'લે, હું તો આ સૂતી. આજ તો એટલું બોલી છું કે મારું મોં અને માથું બને દુ:ખી ગયાં.' જયાએ સૉફા ઉપર પડેલો