પૃષ્ઠ:Pankaj.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમાન હકક : ૧૭૯
 


જોઈએ. જો, આ હું તને “કીસ” કરું છું. તને અને મને ક્યાં વિકાર ઊપજ્યો? ' પ્રભાકરની ભયંકર મૂંઝવણ છતાં સુકન્યાએ પોતાના મિત્ર પ્રભાકરને ચુંબન કર્યું.

ચુંબન વિકારપ્રેરક હોઈ શકે કે નહિ તેની ચર્ચા મીમાંસકો કરી શકે. નિષ્ણાત વૈજ્ઞાનિકની દેખરેખ અને પ્રયોગશાળા વગર આવા પ્રયોગો કરવામાં કંઈ જોખમ રહેલું છે કે નહિ તે વૈજ્ઞાનિકો જ નક્કી કરી શકે. પ્રભાકરમાં જરા પણ વિકાર નહોતો ઊપજ્યો એની ખાતરી એના ફિક્કા લોહી ઊડી ગયેલા મુખ ઉપરથી થઈ શકે એમ હતું. જુગારમાં હજારો રૂપિયો જીતેલો – અગર હારેલો પુરુષ એકાદ રૂપિયો ફેંકતા જરા પણ કંપ અનુભવતો નથી, એવી અકંપ ધીરતાથી ચુંબન ફેંકી ઊભેલી સુકન્યામાં પણ વિકાર નહોતો ઊપજયો, એમ તેની ગર્વિષ્ટ મુખમુદ્રા સાબિતી આપતી હતી.

વિકાર ઊપજ્યો માત્ર ભગીરથની આંખમાં તે એ જ ક્ષણે બારણાં આગળ થઈ પસાર થયો.

એકાદ ચમચમતી ધોલ અગર કપરી આંખથી જૂના જમાનામાં કંઈક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાતું હતું. આ ઉદાર યુગમાં એ મુશકેલ બનતું હોય છે. ઉશ્કેરાયલો ભગીરથ જયા પાસે આવી બેઠો.

'તને કાંઈ ભાન છે કે નહિ, ભગીરથ ?' જયાએ પૂછ્યું.

'મને પૂરતું ભાન છે, અને હું બધું સમજું છું.' ભગીરથે કહ્યું.

'તું સમજતો હોય તો મને આજ જવા દે.'

'બિલકુલ નહિ. મારા મિત્રોને મારા ઘરમાં માનભર્યું સ્થાન છે.'

'ખરું. પરંતુ મિત્રો રાખતાં તારું સ્થાન માનભર્યું મટી જાય છે તે ?'

'હું જરા પણ સહન કરીશ નહીં અવિશ્વાસ કરી નહિ.'

'મારા રહેવાથી એ અવિશ્વાસ વધ્યે જશે.'