પૃષ્ઠ:Pankaj.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભાઈ

હિંદુઓ સાથે લગ્નસંબંધમાં જોડાવાથી મુસ્લિમ રાજસત્તા સ્થિર અને વ્યાપક બનશે એવી અકબર ભાવના હજી લુપ્ત થઈ ન હતી. અમીનાબાદના યુવાન નવાબ અહમદખાને જોયું કે પાડોશના ઠાકોર રાજસિંહને વફાદાર રાખવા માટે એક જ માર્ગ હતો : તે એ જ કે રાજસિંહની રૂપવતી કન્યા પદ્માવતીનું માગું કરવું. લગ્નની માગણીનો અસ્વીકાર એ યુદ્ધ માટે પૂરતું કારણ પણ ગણી શકાતું.

રાજસિંહ નાનકડો પણ તેજસ્વી ઠાકોર હતો. મુસ્લીમ પ્રદેશમાંથી તેણે તલવારના બળ વડે કેટલાક મુલ્ક પોતાનો કરી લીધો હતો. વધારે પ્રદેશ મેળવવાનો લાગ તે જોયા જ કરતો હતો, અને ઘડીમાં નવાબનું ઉપરીપણું સ્વીકારીને અને ઘડીકમાં તે ફેંકી દઈને સર્વદા તે નવાબને ચિંતાગ્રસ્ત રાખતો હતો. આસપાસની રજપૂત ઠકરાતોનું સંગઠ્ઠન કરી નાખીને જોખમાવવાની પણ તેની તરકીબ અજાણી ન હતી.

રાજસિંહ સાથે યુદ્ધ કરવું એ મુશ્કેલ હતું. ડુંગરાળ પ્રદેશોમાં ભરાઈ બાજની ચપળતાથી મુસ્લિમ સૈન્ય ઉપર તૂટી પડનાર વીર