પૃષ્ઠ:Pankaj.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪ : પંકજ
 


'ના.'

'તમારી સામે રાજકુંવરોની કડક ફરિયાદ છે'

'મારી સામે ? કેમ?'

'તમે જંગલને વાધવિહોણું બનાવી દીધું છે.

પદ્મા હસી. આવી સ્તુતિ તેને ગમી. એ સ્તુતિ કરનાર તેને વધારે ગમ્યો.

'ક્યાં જશો ?' પદ્માએ પૂછ્યું.

'આપની સાથે જ આવીશ.'

'કેમ? '

'આપના પિતાને જરૂરને સંદેશ પહોંચાડવો છે.'

'શો સંદેશ છે?'

'ગુપ્ત છે.'

'મારા પિતા મારાથી કશી જ વાત છાની રાખતા નથી.’

'આ વાત કદાચ છાની રાખે.'

'કેમ ?'

વિજય સહજ વિચારમાં પડ્યો. રાજકુંવરીને બધી ગુપ્ત વાત કહેવી એ ઠીક કે નહિ તેની તુલના તે કરી રહ્યો; પરંતુ પદ્માની વેધક દ્રષ્ટિએ તેની પાસે કહેવડાવ્યું :

'સંદેશ તમારા અંગનો છે.'

તો તમારે મને કહેવું જ જોઈએ.'

'પણ હું સાથે જ આવું છું.'

'હું અજાણ્યા પુરુષ જોડે જતી નથી.' કહી પદ્માએ મુખ ફેરવ્યું અને આગળ ચાલવા માંડ્યું. ઝાડ સાથે બાંધેલો તેનો અશ્વ હણહણી ઊઠ્યો. છૂટા ઊભા રહેલા વિજયના અશ્વે પણ હણહણાટથી તેનો જવાબ આપ્યો .

વિજય છોભીલો પડી ગયો. અન્ય રાજકુમારોની માફક તેણે સ્ત્રીપરિચય કદી કર્યો ન હતો. નારીઓનાં સંગ્રહસ્થાન રચી, એ