પૃષ્ઠ:Pankaj.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮: પંકજ
 


'આજની રાત પછી તું જ્યારે આવીશ ત્યારે હું તારી સાથે ચાલી નીકળીશ – આજ નહિ.'

બંને એકબીજા સામું જોઈ રહ્યાં. બંનેની માનસિક નિકટતાએ સંબોધનમાંથી બહુવચનનો લોપ કર્યો હતો. એમ કેમ ?

એકાએક અંધકારનો ભાસ થયો, પણ એ અંધકાર હાલતો કેમ લાગ્યો ?

'પદ્મા ! ઝડપ કર. નવાબનું સૈન્ય ધાર્યા કરતાં પણ વહેલું આવે છે.'

પદ્મા ઝડપથી ઘોડા પાસે ગઈ. તે અશ્વારૂઢ થઈ ત્યાં સુધી વિજય તે સ્થળે જ ઊભો રહ્યો. પછી તે પોતાના અશ્વની પાસે ગયો. પદ્માએ એકાએક બૂમ પાડી :

'વિજય !'

'કેમ?' ઝડપથી પાસે દોડી આવી વિજયે પૂછ્યું.

પદ્મા વિજયના મુખ સામે તાકીને જોઈ રહી. વિજય વિચારમાં પડ્યો.

'પદ્મા ! શું કહે છે?.'

'કાંઈ નહિ.'

'મને કેમ બોલાવ્યો ?'

'તારું મુખ જોઈ લેવા.'

કહી પદ્માએ ઘોડો ઝડપથી દોડાવ્યો. વિજય પણ ડુંગરનાં શિખરો પાછળ અદ્રશ્ય થયો.

પદ્મા અને છૂટા પડેલા તેના શિકારી સાથીઓએ ગઢમાં પ્રવેશ કર્યો ત્યારે દીવા થઈ ગયા હતા, પરંતુ પદ્માએ પ્રવેશ કરતાં બરોબર ગઢના દરવાજા બંધ કરાવ્યા અનેચિંતાગ્રસ્તપિતાને વિજયનો સંદેશો આપી વધારામાં જણાવ્યું કે નવાબનું લશ્કર જોતજોતામાં તેમને ઘેરી વળશે.

ડંકા ગડગડ્યા; રણુતૂર રણક્યાં; અને સૈનિકો શસ્ત્ર સજી રાજસિંહના દરબારમાં ભેગા થવા લાગ્યા. નવાબનું સૈન્ય ગામને દ્વારે