પૃષ્ઠ:Pankaj.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભાઈ: ૧૯૯
 

આવ્યું ત્યારે દ્વાર બંધ હતાં અને કિલ્લો આખો જીવતો જાગતો હતો. એક જ ધસારે એક જ રાતમાં રાજસિંહનો ગઢ હાથ કરવાની અને પદ્મા સાથે લગ્ન કરી નાખવાની નવાબની યોજના સફળ થઈ નહિ, નવાબના ધસારાને અટકાવવાની સધળી તૈયારી રાજસિંહે કરી રાખી હતી.

પરંતુ આ વખતે નવાબનું સૈન્ય બહુ બહોળું અને આજ્ઞાધારક દેખાયું. એક અઠવાડિયા સુધી સૈન્યના ધસારા સામે રાજસિંહ જેવા નાના ઠાકોરથી ટકી શકાય એમ ન હતું. વળી રાજસિંહનું સૈન્ય અને તેના સેનાપતિઓ જીવનભરના યુદ્ધથી કંટાળી ગયા હતા. રાજાની કુંવરીનું લગ્ન એ રાજાની અંગત બાબત હતી. ઘણા ય રજપૂત રાજાઓએ પોતાની દીકરીઓ મુસ્લિમ રાજકર્તાઓને આપી શાંતિ મેળવી હતી. રાજસિંહ પોતાની કન્યા નવાબ સરખા બાહોશ અને ભલા મુસ્લિમ રાજ્યકર્તાને લગ્નમાં આપે તો એવા અનેક દાખલાઓને લીધે રાજસિંહનું કાર્ય અપકીર્તિ ભર્યું ભાગ્યે જ લાગે.

આવા વિચાર કરનાર એકબે સેનાપતિઓ રાજસિંહના સૈન્યમાં હતા. નવાબે માત્ર શસ્ત્રની જ તૈયારી રાખી હતી એમ ન હતું. અગમચેતી વાપરી પોતાના ગુપ્તચરોને કેટલાય દિવસ પહેલાંથી રાંજસિંહના ગામમાં ફરતા કરી દીધા હતા. તેમણે સુસ્ત બનેલા સેનાપતિ અને સૈનિકોની બેપરવાઈનો લાભ લઈ ગઢનો એક દરવાજો સવાર થતાં ખુલ્લો મૂકી દીધો. નવાબના લશ્કરને એટલું જ જોઈતું હતું. ગઢમાં પ્રવેશવાનો એક માર્ગ બસ હતા. સમુદ્રનાં મોજાં સરખું નવાબનું લશ્કર આખા ગામમાં ફરી વળ્યું અને રાજસિંહના ચુનંદા પણ અલ્પ સંખ્યાવાળા સૈન્યને હઠાવતું તે દરબારગઢ સુધી પહોંચી ગયુ.

ગામનો કિલ્લો અત્યંત મજબૂત હતો, એટલે દરબારગઢના રક્ષણની કાળજી ઓછી રાખવામાં આવી હતી. પ્રભાત પહેલાં કિલ્લો પડશે એમ રાજસિહે ધારેલું નહિ. ગાફેલ સેનાપતિ અને સૈનિકો,