પૃષ્ઠ:Pankaj.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૪ : પંકજ
 

અને કદાચ પિતા અને પતિ નવાબની શરત કબૂલ રાખે તો ? તે ક્ષણે પોતાની છાતીમાં ભોંકવા પદ્મા કટાર ક્યાંથી મેળવી શકે? કટાર અને જીવ બન્ને સાથે જ રહે અને જાય એ જ ઈચ્છવા યોગ્ય હતું.

નવાબે સીડી ઊતરતાં જોયું. પદ્મા ધીમે પગલે આવતી હતી.

'પદ્મા ! પહેલું કોને પૂછવું છે? રાજસિંહને કે વિજયને ?'

'બંનેને હું સાથે જ પૂછીશ.' પદ્માએ જવાબ આપ્યો.

'મારી રૂબરૂ પુછાવી હું મારી હાજરીનો ગેરલાભ લેવા માગતો નથી. તું જાતે જ ખાતરી કર. હું અહીં, ઊભો છું.'

'મેદાનમાં શૂળી પાસે હું જઈ પૂછી આવું.'

'ના સામો પડદો ખસેડ. રાજસિંહ અને વિજય એ બંને કેદીઓ પાછળ ઊભા છે. તેમને મેદાનમાંથી પાછા બોલાવ્યા છે. પદ્માએ પડદો સહજ ખસેડ્યો. એ જ સ્થળે વિધિપૂર્વક વિજયની તલવાર મૂકી તેણે લગ્ન કર્યું હતું. પદ્માનું હૃદય કંપી ઊઠ્યું. જ્યાં લગ્ન થયું ત્યાં જ પિતા કે પતિ લગ્નનો ઈન્કાર કરશે ?

પદ્માએ અંદર પ્રવેશ કર્યો. એકાએક અગ્નિનો ભડકો થયો. નવાબે પડદો ખસેડી નાખવા આજ્ઞા કરી.

પદ્મા અને વિજયનો હસ્તમેળાપ તે જ ક્ષણે થયો. ચોરીમાં ઘૃત હોમાયું અને ફરી વાર મોટો ભડકૉ થયો. બ્રાહ્મણોના મંત્રોચ્ચારથી દરબારગઢ ગાજી ઉઠ્યો.

નવાબ અહમખાનની હાજરીમાં પદ્મા અને વિજયનાં લગ્ન થઈ ગયાં. નવાબે પોતાના કંઠમાં પહેરેલો મોતીનો હાર પદ્માના કંઠમાં પહેરાવ્યો અને કહ્યું :

'પદ્મા ! એક મુસ્લિમનો સ્પર્શ તને અપવિત્ર તો નહિ બનાવે ને ?' પદ્માની આંખમાં આંસુ આવ્યાં. નવાબે વિજયનું શૌર્ય અને પદ્માનો દ્રઢ નિશ્ચય જાણી લીધાં હતાં. અનિચ્છાવાળાં લગ્ન કરતાં ઇચ્છિત લગ્નની સગવડ કરી આપવામાં તે હિન્દુઓનાં હૃદય વધારે સારી રીતે જીતી લેતો; એટલે તેણે સહુને ચમકાવનારી આ