પૃષ્ઠ:Pankaj.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂન : ૨૦૭
 


'મારું નામ નારણ.'

'શો ધંધો કરે છે તું ? '

'ધોબી છું, સાહેબ.'

'ખોટી ખબર આપીશ તો સજા થશે, સમજ્યો ?'

'સાહેબ. બહુ દૂર જવાનું નથી. ખૂનની વાત સાંભળીને હું અહીં દોડતો આવ્યો ધારશો તો પાંચ મિનિટમાં પકડશો.'

ખૂન જેવા ગુનાની ખબર મળે અને પોલીસઅમલદાર બેસી રહે એ અશક્ય હતું. વળી અમલદાર ખંતીલો, સહાય કરવાને તત્પર તથા આગળ વધવાની આકાંક્ષાવાળા હતો. ખૂનનો ગુનો થતો અટકાવવાનું માન જતું કરવા સરખું ન હતું. અમલદારે ટૂંકી નોંધ ઝડપથી કરી લીધી અને નારણની સાથે જવા તે તૈયાર થયો. પોતાની સાથે પોલીસપોશાક વગરનાં ચાર માણસને પણ હથિયાર સહિત આવવા આજ્ઞા કરીને અમલદારે ઉતાવળાં પગલાં માંડ્યાં.

નારણનું એક કથન તો ખરું જ પડ્યું. પાંચ મિનિટની અંદર તેણે મકાન બતાવ્યું. મકાન નાનું સરખું હતું, પરંતુ ખૂનીઓ પોતાનાં કાવતરાં રચે એવું ખંડેર કે તિલસ્મી ઘર એ ન હતું.

'સાહેબ, બારણાં પાછળ ઊભા રહીને સાંભળો.' નારણે ધીમેથી કહ્યું. છ સાત પગથિયાં સીડી ચઢ્યા પછી ઘરમાં પેસવાનું દ્વાર આવતું હતું. સાહેબ અને નારણ બહુ જ ચુપકીથી ઉપર ચઢ્યા. શેરી ખાસ ભરચક ન હતી. બે માણસો પગથિયાં ઉપર ઊભા અને બાકીના માણસો સીટી સંભળાય એટલે દૂર ફરતા રહ્યા.

'સાહેબે બારણાં ઉપર કાન માંડ્યા. પ્રથમ ચાના પ્યાલા ખખડતા સંભળાયા. ખૂન અને જુગારી મંડળીમાં ચા જેવું નિર્માલ્ય પીણું કદી પણ પીવાતું તેમણે જોયું કે સાંભળ્યું ન હતું. દારૂ – કડક અને વણભેળ્યો શરાબ ઊછળતો ન હોય ત્યાં ગુનાનું વાતાવરણ જામી શકે નહિ એ પોલીસ અમલદારનો અનુભવ હતો. છતાં ચા પીનાર ગુનો ન જ કરે એવો સિદ્ધાંત બાંધી શકાય નહિ. અને એ સિદ્ધાંત