પૃષ્ઠ:Pankaj.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૨ : પંકજ
 


'એનું નામ તો સૂર્યકાન્તને ?'

'નામમાં તો શું લેવા જવું પડે એમ છે? એને સૂર્યકાન્ત નામ ગમ્યું. બાકી અમે તો સૂરજલાલ રાખ્યું હતું.'

'ઠીક, હું મળી લઉં.'

'પછી પધારો. હું ચા તૈયાર કરાવું.'

અમલદાર શેઠના માણસ સાથે સૂર્યકાન્તને બંગલે ગયા. એક નમ્ર, સાલસ અને બુદ્ધિમાન દેખાતો બાવીસેક વર્ષનો યુવક ઓસરીમાં ચોપડીઓના થોકડા નજીક આરામ ખુરશી ઉપર બેસી પુસ્તક વાંચતો હતો. વાંચવામાં મશગૂલ થયેલા યુવકને અમલદાર આવ્યાની પ્રથમ ખબર પડી નહિ; પરંતુ ખબર પડતા જ તેણે પુસ્તક બાજુએ મૂક્યું અને અમલદારને વિવેકભર્યો આવકાર આપ્યો.

'પોલીસ અમલદાર છું.' અમલદારે પોતાની ઓળખાણ આપી.

'આપની ઓળખાણથી હું રાજી થયો. કહો, શું કામ છે ?' સૂર્યકાન્તે કહ્યું.

'સૂર્યકાન્ત તમે જ ને ?'

'હા, જી.'

'કોઈ રબારણની છેડતીમાં તમારું નામ આગળ આવેલું ખરું ?' કોઈની પણ નિર્બળતા જાણી લેવી એ આગળ વધવાનો સુગમ માર્ગ છે.

'મને તેની દરકાર નથી.' જરા ગર્વથી સૂર્યકાન્તે કહ્યું.

'તમને દરકાર નહિ હોય, પણ બીજાઓને દરકાર રાખવી પડે છે.' જરા સખ્તાઈથી અમલદારે કહ્યું.

'એમાં મારો ઈલાજ નથી. કાકા ફાવે તે તોફાનો ઊભાં કરે છે. અને મારું નામ વગોવે છે.' સૂર્યકાન્તે કહ્યું.

કાકાભત્રીજાના દેખાવ ઉપરથી નિર્ણય કરવાનો હોય તો સૂર્યકાન્તનું કથન ખરું લાગે એમ હતું. સૂર્યકાન્તના મુખની છાપ તેને