પૃષ્ઠ:Pankaj.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂન : ૨૧૫
 

આપવા આવ્યો છું.'

'તમારો આભાર માનું છું, પરંતુ મારી ભાવી પત્ની વિષે તોછડાઈથી બોલનાર સાથે હું વાત કરતો નથી.'

'વારુ એ તમારાં ભાવી પત્નીનું નામ શું ?'

'એનું નામ શાંતા.'

‘શાંતા ?'

અમલદાર મનમાં ગૂંચવણ ઊભી થઈ. ખૂનના કાવતરામાં શાન્તાનું નામ આવતું ન હતું. શાંતા કોણ? તેમણે પોતાની નોંધ ઉઘાડી. નામ શાન્તા નહિ પણ સુલતા હતું. ત્યારે આટલે સુધી મળતી આવેલી તપાસ નિરર્થક જશે ? ફરી પાછું નવેસરથી કામ શરૂ કરવું પડશે?

સૂર્યકાન્ત અમલદારના મુખ પર છવાયેલી મૂંઝવણ જોઈ શક્યો. પરંતુ તેને સમજ ન પડી, કે આ અમલદાર તેની ખાનગી બાબતમાં આટલો રસ કેમ લે છે ! કાકાએ પાછું શું ય ધાંધલ ઊભું કર્યું હશે ?

'ત્યારે તમારાં કાકીની નાની બહેનનું શું નામ?' અમલદારે પૂછ્યું.

'એનું નામ વિજયા. મહેરબાની કરી એની યાદ ફરી ન દેવડાવશો.' સૂર્યકાન્તે કહ્યું.

'પછી સુલતા કોનું નામ ?' સહજ કંટાળીને અમલદારે પૂછ્યું.

‘સુલતા ?...સુલતા ?...તમે જાણ્યું ?' આશ્ચર્યમુગ્ધ બનેલા સૂર્યકાન્તે પૂછ્યું; એટલું જ નહિ, પણ તેને ખાતરી થઈ કે આ અમલદાર ત્રિકાળજ્ઞાની છે.

'સુલતા કોણ એ તમે કેમ મને ચોખ્ખું કહી દો. પછી હું કહેવાનું તમને કહીશ.'

'શાન્તાનું નામ મેં સુલતા રાખ્યું છે. પરણ્યા પછી એ નામ જાહેર કરીશું. તમે ક્યાંથી જાણ્યું ?'

'ત્યારે સૂર્યકાન્ત, હું તમને ચેતવણી આપું છું, કે તમારું અને સુલતાનું ખૂન કરવા માટે કાવતરું રચાઈ રહ્યું છે.' અમલદારે ભાર