પૃષ્ઠ:Pankaj.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮ : પંકજ
 

વાળ્યો છે.' મુખ્ય શિક્ષક બોલ્યાં.

'રતિલાલ સિનેમાના શૉખીન છે?' પોલીસ અમલદાર જરા સરખી વાતને પણ જતી કરી શકે નહિ.

'હા. જરા ખરો. જુવાન છે . પણ એથી એના કામમાં હરકત આવતી નથી'

'એની પૈસા સંબંધી સ્થિતિ કેવી છે ? '

'સાધારણ બધાંની હોય છે એવી. તંગીનો અનુભવ ખરો. જરા ખર્ચાળ વધારે છે.'

'એના મિત્રો કોણ છે ? '

'બે શિક્ષકો એના ખાસ મિત્ર છે. ધણું કરી એ લોકો કૉલેજમાં સાથે હતા એમ કહે છે. હું એને બોલાવું ? '

'પણ એણે કોનું ખૂન કર્યું?'

'ખૂન કર્યું નથી, પણ કરવાનો છે.'

'એમ ! કોનું ?'

'એ હું કહીશ નહિ. એક નહિ, પણ બે ખૂન કરવાનો છે.'

'આપ શું કહો છો ? '

'હું પુરાવા વગર વાત કરતો નથી. એક પુરુષ અને એક સ્ત્રીનું ખૂન કરવા તેણે કાવતરું રચ્યું છે.'

મુખ્ય શિક્ષક સ્તબ્ધ થઈ ગયા. રતિલાલ ખૂની ? અને તેના પુરાવા ? મુખ્ય શિક્ષકને આશ્ચર્યમાંથી જાગૃત કરી અમલદારે એક રહી ગયેલી વાત પૂછી લીધી :-

'રતિલાલ પરણેલો છે ?'

'ના. પણ સહજ ગોટાળો છે.'

'હોય જ. આપ કહી શકશો કે એ શો ગોટાળો છે ?'

'એક વિધવા સાથે પરણવાની વાત સાંભળી હતી.'

'એ પરણી ગયા છે ?' ચોંકીને અમલદારે પૂછયું. તેમને લાગ્યું કે ભેદ ઘટ્ટ થતો જાય છે. સૂર્યકાન્ત પણ એક વિધવાને પરણવા