પૃષ્ઠ:Pankaj.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂન : ૨૧૯
 

માગતો હતો. એક જ સુલતાના બે પ્રેમી હોય તો? ખૂનના કાવતરા માટેની માન્યતાને વધારે અને વધારે ટેકો મળતો જાય છે.

'ના. હજી હવે પરણશે.'

'આપ એ વિધવાનું નામ જાણે છો?'

'ના, જી.’

'હરકત નહિ. નામ હું જાણું છું.' કહી અમલદારે ઊભા થવા માંડ્યું. એટલામાં મુખ્ય શિક્ષકને કાંઈ સાંભર્યું હોય તેમ તેમણે કહ્યું :

'હાં, ઠીક યાદ આવ્યું. જરા બેસો.'

'શું છે? '

'રતિલાલ જરાક ક્રાન્તિકારી છે.'

'એટલે ?'

'રશિયાનું નવું સાહિત્ય બહુ વાંચે છે.'

'એમ ?'

રશિયાનું સાહિત્ય વાંચવું એ સૌના મતે ભયંકર ગુનો છે. ચોરી અને ખૂન કરતાં પણ એ સાહિત્યવાચનમાં વધારે ભયના ભણકારા સૌને સંભળાય છે. પોલીસને, ખાસ કરીને કાયદાથી સ્થાપિત થયેલું રાજ્ય – એનો અર્થ જે થતો હોય તે ખરો – ઉથલાવી પાડવાનું તેમાં કાવતરું જોવામાં આવે છે. રતિલાલની ભયંકરતા વધી ગઈ.

આટલી માહિતી અમલદાર માટે પૂરતી હતી.

માસ્તર રતિલાલ રસોઈનો સામાન ભેગો કરી ક્રોપોટકીનનું જીવનચરિત્ર વાંચવા સવારમાં બેઠા હતા, અને તેમના બારણાં ઉપર ટકોરા પડ્યા.

'કોણ છે? ' તેમણે બૂમ પાડી.