પૃષ્ઠ:Pankaj.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦ : પંકજ
 


'જરા ઉઘાડો બારણું.'

'બારણું ઉઘાડું જ છે. અંદર આવો.' રતિલાલ કહ્યું અને એકદમ એક જમાદાર અને બે પોલીસનાં માણસો અંદર ધસી આવ્યાં,

' કેમ? આપને શું કામ છે?' રતિલાલે પૂછ્યું.

'તમને સાહેબ બોલાવે છે.'

'મને? મારી કશી ફરિયાદ નથી.'

'ફરિયાદ હોય તેણે જ શું પોલીસમાં જવું જોઈએ? આરોપી હોય એ બધાંયની જરૂર રહે છે.'

‘હું આરોપી યે નથી, સાક્ષી યે નથી.'

'છતાં આપને અમારા સાહેબ બોલાવે છે.'

'વૉરંટ છે ?'

'તમે સાથે નહિ આવો તો તે પણ બતાવીશું.'

રતિલાલને લાગ્યું કે પોલીસના માણસો સાથે હુજ્જત કરવામાં કાંઈ અર્થ નથી. કપડાં પહેરી રતિલાલે પૂછ્યું:

'મારું શું કામ છે તે જાણો છો?'

'ના.'

'હું તૈયાર છું.' કહી રતિલાલે પોલીસનાં માણસો સાથે ચાલવા માંડ્યું. થોડીક ક્ષણોમાં પોલીસસટેશને પહોંચેલા રતિલાલને અમલદારની ઓરડીમાં દાખલ કર્યો. ઓરડીની સજાવટ ભપકાદાર હતી.

'ગુડ મોર્નિગ ! રતિલાલે અંદર પ્રવેશ કરતાં બારોબાર અમલદારને કહ્યું.

'ગુડ મોર્નિંગ ! રતિલાલ તમારું નામ? ' અમલદારે પૂછ્યું.

'હા જી.'

'બેસો'

રતિલાલ આજ્ઞા પ્રમાણે બેઠો. પોલીસ અમલદારે તેના દેખાવની માનસિક નોંધ કરી. સરસ કપડાં, જરાક છટા, આંખમાં ચબરાકી