પૃષ્ઠ:Pankaj.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬ : પંકજ
 


શેઠને બોલવાનો માર્ગ રહ્યો ન હતો, ત્રણે જણ મોટરમાં બેસી ગયા. બંગલાનાં બારણાં આગળ આવતાં જ અમલદારે રતિલાલના કાનમાં ધીમેથી કહ્યું :

'અરે માસ્તર !...એકાદ ખૂન તો કરવું હતું !'

એકાએક અંદર સરસ બૅન્ડ વાગવા લાગ્યું.