પૃષ્ઠ:Pankaj.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંકજ : ૨૨૯
 

કરવામાં અમને ફાયદો ન હતો. એણે અમને જે નાચરંગ બતાવ્યા છે, એણે જે ઊંચી જાતના શરાબ...શરબતો અમને પાયાં છે એનો વિચાર કરતાં મધુકરને બજારમાંથી કાઢવો એ બેવફાઈ અમને ગોઠી નહિ.

અંતે એક તાજા દાખલ થયેલા યુવાને મધુકરના આહ્‌વાનને સ્વીકારી લીધું.

'ચાલ. હુ તૈયાર છું. પણ આપણે ઈટલી ભણી નહિ.' તેણે કહ્યું.

'આપણે બંને એબિસીનિયા તરફ જઈએ. તું ઉત્તર મોખરે જા. હું દક્ષિણ મોખરે જઈશ. ઉત્તર તરફથી એબિસાનિયા જીતે તો હું પંદર હજાર તને આપું. દક્ષિણ બાજુએથી જીતે તો તારે મને એ રકમ આપવી.' મધુકરે કહ્યું.

‘પણ એબિસીનિયા જીતે જ નહિ તો?' મેં પૂછ્યું.

'તો જીવતાં પાછા ન ફરવું. જગતભરની કાળી પ્રજાને તૈયાર કરી ગોરાઓની સ્વાર્થી ગીધવૃત્તિનો સામનો કરવો.' મધુકરે કહ્યું.

'ક્યારે જાઓ?' એક જણે આંખ મીચકારી પૂછ્યું.

'અબઘડી.' મધુકરના સામાવળિયાએ કહ્યું. મધુકર વિચારમાં પડી ગયો. ક્ષણભર વિચાર કરી તેણે કહ્યું :

'આજ નહિ. ત્રણ દિવસ પછી.'

'કેમ શેઠ, ઠંડા પડ્યા? ' કોઈએ મધુકરની મશ્કરી કરી.

'કારણ છે માટે' મધુકરે કહ્યું

'આપણે શરત રમીએ. મધુકર આજ જશે કે ત્રણ દિવસ પછી? આજ જાય તો હું પાંચ રૂપિયા મૂકુ. કોઈએ કહ્યું.

'હું ત્રણ દિવસ પછી જવાનો એ ચોકકસ.' મધુકર બોલ્યો

'ત્યારે આપણે એ રમતમાંથી બાતલ. આપણે તો આજ અને અબઘડી જવાનું હોય તો તૈયાર. પછી નહિ.' મધુકરના હરીફે કહ્યું. બોલતાં બોલાઈ ગયું તે પાછું ખેંચી લેવાની તક કોઈ ભાગ્યે