પૃષ્ઠ:Pankaj.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પકજ : ૨૩૩
 


'મરણતિથિ ? કોની ?'

'તમને ખબર નથી ?'

'ના, ભાઈ, હું દૂરથી આવું છું અને પહેલી જ વાર આ ગામે આવું છું.

'કોને ઘેર જવું છે ?'

'કોઈને ઘેર નહિ.'

'ત્યારે આવ્યા શા માટે ?'

'મારો એક મિત્ર છે તેને જોવા આવ્યો છું. '

'એમનું નામ શું ?'

'મધુકર.'

'એ તમારા મિત્ર થાય ? '

'હા.'

'અને આ ઉત્સવ શાનો છે તે તમે જાણતા નથી ? હું ના માનું.' કહી જરા તે આગળ ચાલ્યો.

'પણ મને કહો તો ખરા કે મધુકર ક્યાં છે ?' મેં પૂછ્યું.

'મધુકર અહીં રહેતા નથી. એ તો ત્રણ વર્ષથી ચાલ્યા ગયા છે.'

'આજે એ અહીં આવ્યો છે.'

'અમને ખબર પડ્યા વગર રહે જ નહિ.' કહી તે ઝડપથી ચાલ્યો ગયો.

હું વડ નીચેના ટોળામાં દાખલ થયો. સામ્યવાદ વિશે એક યુવક ભાષણ આપતો હતો એ સાંભળી મને નવાઈ લાગી. સામ્યવાદના ભણકારા ગામડે પણ પડવા લાગ્યા. મધુકર કોઈ વાર સામ્યવાદ વિશે કાંઈ કાંઈ બકી જતો. રશિયામાં ખાનગી મિલકત કાઢી નાખી છે અને સામ્યવાદી રાજબંધારણ થયું છે. એવી અચોક્કસ માહિતી કરતાં મને વધાર જ્ઞાન સામ્યવાદ વિશે નહોતું. મને તેની પરવા પણ નહોતી. સામ્યવાદમાં પણ સટ્ટો થઈ શકે કે કેમ એટલી જ મને કાળજી હતી. મારો દ્રઢ નિશ્ચય થઈ ગયો હતો કે સ્વર્ગમાં