પૃષ્ઠ:Pankaj.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પકજ : ૨૩૫
 

મને જરા આશ્ચર્ય લાગ્યું, છતાં હું તેની પાછળ ચાલ્યો. ખરે તડકે હું એકાદ ગાઉ તેની સાથે ગયો હોઈશ, નિર્જન સ્મશાન સરખી જગામાં એક તળાવ દેખાયું.

'તમારે ખરેખર મધુકરભાઈનું કામ છે?' મારા સાથીદારે પૂછ્યું.

'તે સિવાય હું અજાણી જગાએ આવું ?' મેં કહ્યું.

'તો પેલા તળાવને કિનારે જાઓ.' એટલું કહી તે માણસ ચાલ્યો ગયો.

અજાણી એકાન્ત જગામાં હું આગળ વધ્યો. શહેરમાં રહેનારને ગામડાંમાં જવું એ પણ એક સાહસ બની જાય છે. શહેરમાં આવી બહાવરો ફરનાર ગામડિયો શહેરીઓના હાસ્યનો વિષય બને છે. ગામડાંમાં આવનાર શહેરી ગામડાંમાં એ જ બહાવરો અને હાસ્યપાત્ર બની જાય છે.

તળાવ ઉપર આશોપાલવના ઝાડ હતાં. ઝાડની ઘટા નીચે નાની નાની દેરીઓ હતી. દેરીઓની આગળ છેક તળાવની પાળ ઉપર આવેલા એક ઝાડના થડને અડી તળાવમાં પગ લટકાવી બેઠેલી એક મનુષ્યાકૃતિ મેં જોઈ. એ જ મધુકર હતો !

મધુકર અહીં શું કરતો હતો ?

હું ચુપકીથી તેની નજીક ગયો. તળાવમાં એક સ્થાન ઉપર તે અનિમેષ જોઈ રહ્યો હતો. તે એક કમળના ફૂલ ઉપર ત્રાટક કરી રહ્યો હતો ?

મને યાદ આવ્યું કે મધુકર કમળના ફૂલને ભારે શૉખ ધરાવતો હતો. ઘેલછા દેખાય છતાં તે હાથમાં ઘણી વખત કમળનું ફૂલ લઈ સટ્ટાબજારમાં આવતો. ગુલાબ, ચંપો મોગરો લઈ ફરનાર મેં દીઠા છે. પણ આમ કમળને લઈ ફરનાર મધુકર એકલો જ હતો. અમે