પૃષ્ઠ:Pankaj.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંકજ : ૨૩૯
 

લાગ્યું કે હું તેને ચાહતો હતો !

'ગામમાં આવતાં બરોબર હું મારા ઘર તરફ દોડ્યો. પત્નીની પથારી પાસે જતાં બરોબર તેણે આંખ ઉઘાડી મારી સામે જોયું. મેં તેને કપાળે હાથ મૂક્યો. મારા હાથ ઉપર તેણે હાથ મૂક્યો. તે ફિક્કું હસી, અને હસતું મુખ રાખી મારી સામે જોઈ રહી.'

કોઈએ કહ્યું ત્યારે મને ખબર પડી કે તેનો પ્રાણ ઊડી ગયો હતો. ત્યાર પછીની વિગતમાં હું ઊતરતો નથી. પરંતુ ત્યાર પછી મને મારી પત્નીનું મૂલ્ય સમજાયું. મારા જીવનની ક્ષણે ક્ષણને તે એની શાન્ત ઢબે આવરી રહી હતી, એટલું જ નહિ, પણ આખા ગામના જીવનને તેણે બાથમાં લીધું હતું.

'એક માણસે કહ્યું :

'એ તો દેવી હતાં. મને અને મારી પત્નીને બનાવ થયો તે એમનો પ્રતાપ.'

'બીજા માણસે કહ્યું :

'એમને તો હું કેમ ભૂલું? મારી ગરીબીમાં મને દાણા ન આપ્યા હોત તો મારું શું થાત ?'

'ત્રીજા માણસે કહ્યું :

'મારી દીકરીને બળિયા નીકળ્યા ત્યારે કોઈ પાસે બેસે નહિ. બહેન વગર મારી દીકરી બચત કેમે ?'

'ચોથા માણસની વાત સાંભળી :

'એમને બદલે પ્રભુએ મને ઉપાડી લીધો હોત તો કેવું સારું થાત ! વ્યસનમાં ચડી ગયેલો હું આજ ઘરબારવાળો થયો. એમના વગર એ બનત શી રીતે ? મારા ગામમાંથી જોગમાયા પધાર્યાં !'

'અને આશ્રમમાંથી ચોરી કરી, તે પકડાઈ, છતાં મને એક અક્ષર પણ ન કહી એમણે પોતાની વીંટી મને આપી ! એ પળથી હું ચોર મટી ગયો. મારા મનની રખવાળી એ જગદંબા વગર હવે કોણ કરશે ?' મને આશ્વાસન આપવા આવેલા એક માણસે