પૃષ્ઠ:Pankaj.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંકજ : ૨૪૩
 


મને લાગ્યું કે મેં એને મૂંઝવનારો પ્રશ્ન કર્યો. પરંતુ મારી જિજ્ઞાસા હજી અતૃપ્ત હતી. મેં તેને કેટલીક વારે પૂછ્યું :

'તારે ઘેર હું ગયો ત્યારે આ ગામની ખબર એક બાઈએ આપી હતી. એ કોણ?'

મધુકર મારા પ્રશ્નનો મર્મ સમજી ગયો. તે હસ્યો, અને હસતાં હસતાં બોલ્યો :

'તું ન ઓળખી શક્યો ? એ મારી–બહેન–સગી બહેન છે. મારી પુત્રીને સંભાળે છે અને ભણે છે. મારું અને તેનું મુખ પણ તું સરખાવી શક્યો નહિ ?'

તત્કાળ મને લાગ્યું કે મધુકર, મધુકરની બહેન અને મધુકરની પુત્રીનાં મુખ બહુ જ મળતાં આવતાં હતાં.

'પાછો ક્યારે ફરીશ ?' મેં પૂછ્યું.

'કાલે આવીને તરત એબિસીનિયા ચાલ્યો જઈશ. મારી શરત છે ને ?'

'એવી તે શરત હોય? વળી તે સ્વીકારાઈ નથી.'

‘મેં તો સ્વીકારી જ છે. જો સટ્ટા કરતાં યુદ્ધમાં જિંદગી વહેલી વેડફાશે. જિંદગીનો હવે ખપ રહ્યો નથી.'

'જા, જા. એમ જિંદગી સોંઘી કરી નખાય?' મેં કહ્યું.

'જિંદગી સોંઘી છે એ માટે નહિ. પણ મારી પત્ની વગરનું જીવન અસહ્ય–અશક્ય છે માટે.’ મધુકરે કહ્યું.

'એની સ્મૃતિ તો તું ઊજવે છે !' મેં તેના વિરહને શાંત પાડવા કહ્યું.

'મને એક શ્રદ્ધા છે – નાસ્તિક છું તોપણ.' ગાંભીર્યથી મધુકરે કહ્યું.

'શાની ?'

'કુદરત પ્રેમ સરખા વ્યક્તિગત ભાવે વિક્સાવે છે. એ વ્યક્તિ અને એ પ્રેમ દેહની સાથે જ નષ્ટ થાય એ કેવું બેહુદું