પૃષ્ઠ:Pankaj.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પંકજ : ૨૪૭
 

પણ બપોરે અમારા સટ્ટાબજાર ઉપરથી એક વિમાન ઊડી જતું અમે બધાએ જોયું. વિમાન બહુ નીચું ઊતર્યું હતું અને તેમાંથી એક માણસ અમારા તરફ રૂમાલ હલાવતો દેખાયો. મેં સહુને કહ્યું :

'મધુકર એબિસીનિયા જાય છે.'

સહુ હસ્યાં. અને એ વાક્ય ઉપર શરતે ચઢ્યાં. માત્ર પંકજ નામ ઉચ્ચારતાં મધુકરના મુખ ઉપર આવેલા ભાવ મારી આંખ આગળથી ખસ્યો નહિ. વારંવાર એક પ્રશ્ન મને પીડી રહ્યો :

સત્ય શું ? ભાવના કે મૂર્તિ ? મૂર્તિ ભાંગ્યા પછી યે ભાવના જીવે. એ ભાવના બીજો અવતાર પણ કેમ ન આપે ?


♦ ♦ ♦