પૃષ્ઠ:Pankaj.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુનર્મિલન



બહુ થોડા શિક્ષકોના ભાગ્યમાં વિદ્યાર્થી પ્રિય થવાનું લખાયું હોય છે. મોટે ભાગે શિક્ષકો હસવા માટે અગર ક્વચિત ભયની લાગણી અનુભવવા માટે કામમાં આવે છે. પરંતુ વિનોદરાય અપવાદ બની વિદ્યાથીઓના આદર્શ રહી શક્યા હતા. તેમનું સુંદર છટાદાર શિક્ષણ, હસમુખો સ્વભાવ, ક્રિકેટ-ટેનીસ રમવા – રમાડવાનો શોખ અને વિદ્યાર્થીઓ માટેની કાળજી તેમને વિદ્યાર્થીવર્ગની પૂજ્યમૂર્તિ બનાવી રહ્યાં હતાં. શહેરની હાઈસ્કૂલના મુખ્ય શિક્ષક તરીકે બે માસથી તેઓ બદલાઈએ આવ્યા હતા. એટલામાં તો વિદ્યાર્થીઓ તેમને માટે ઘેલા બની ગયા.

સાંજને પહોર ક્રિકેટ રમી ઘેર આવી વિનોદરાય ઘડી બેઠા. આવતી કાલે એક મૅચ રમવાની હતી અને તે માટે રમનારાઓની છેવટની પસંદગી કરવા વિદ્યાર્થી ખેલાડીઓ ટોળે વળી તેમને ઘેર પહોંચ્યા. વિનોદરાયને વિદ્યાર્થીઓ વીંટાઈ વળે એની નવાઈ નહોતી. તેમણે પોતાની અંતિમ પસંદગી જાહેર કરી જે સહુને યોગ્ય લાગી. વિદ્યાર્થીઓને ઝડપથી જવાની ટેવ નહોતી. મૅચનો દિવસ એ વિદ્યાર્થીઓને