પૃષ્ઠ:Pankaj.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦ : પંકજ
 

કે રમાએ એક માણસને લઈ જવું, અને બીજે દિવસે રજા મળ્યે ભાઈભાભીએ આવવું. પંદર વર્ષે અણગમતે, પગ પાછો પડવા છતાં રમા પતિ પાસે જવા નીકળી. તેના હૃદયે બહુ વિચિત્ર ભાવ અનુભવ્યા, અને ઊતરવાના સ્થળે તો લગભગ તેને એમ જ થયું કે તેનાથી આગળ ડગલું ભરાશે નહિ ! ભાઈને ઘેર પાછાં નાસી જવાની તીવ્ર ઈચ્છા રમાને થઈ આવી.

વિચારમાં સ્ટેશને ઊભી રહેલી રમાને રાત્રિના આછા અજવાળામાં કોઈએ પૂછ્યું :

'આપ ક્યાંથી આવો છો?”

રમાએ જે શહેરથી પોતે આવી હતી તે શહેરનું નામ કહ્યું.

'આપનું નામ રમાબહેન ને ?'

'હા.'

'હું આપને લેવા માટે આવ્યો છું. વિદ્યાર્થી સરખા દેખાતા એ પૃચ્છકે કહ્યું.

'ઠીક.' કહી રમાએ આગળ ચાલવા માંડ્યું. વિદ્યાર્થીને સમજ ન પડી કે રમા તે નિષ્ઠુર છે કે પતિની માંદગી સાંભળી ભયગ્રસ્ત બની ગઈ છે.

ઘોડાગાડીમાં વિદ્યાર્થીએ અતિશય અબોલ રહેલી રમાને બોલાવવાનો પ્રયત્ન કર્યો.

'સાહેબની તબિયત એવી થઈ ગઈ છે!'

'મને ખબર પડી છે.'

'આપ આવ્યાં એ બહુ સારું થયું.'

'કેમ ?'

'અમારાથી કાંઈ જોઈએ તેવી સારવાર થાય? આખી રાત અમે બધાં બેસીએ, પણ તમારા વગર શું થાય ?'

જે પતિને પંદર વર્ષ સુધી રમા વગર ચાલ્યું તે પતિના વિદ્યાર્થીને રમાની આટલી બધી જરૂર કેમ દેખાતી હતી તેનો મનમાં