પૃષ્ઠ:Pankaj.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬ : પંકજ
 


'ડોકટર સાહેબ આવે છે.'

રમા ખાટલાની એક બાજુએ મૂકેલી ખુરશી ઉપર બેસી ગઈ. ડૉકટરે આવી બીજી પાસની ખુરશી ઉપર સ્થાન લીધું, અને વિનોદરાયના મુખને ધારી ધારીને થોડી વાર જોયું.પછી ડૉકટરે દર્દીના કપાળ ઉપર હાથ મૂક્યો, અને હાથ પકડી નાડીના ધબકારા ગણ્યા. ડૉકટરના મુખ ઉપર સ્મિત રમી રહ્યું. તેઓ બોલ્યા :

‘તાવ ઘણો ઓછો થયો.'

'પણ હજી ભાન આવ્યું નથી ને ?' રમાએ બોલાવાની શરૂઆત કરી. તેના બોલવામાં કંઈક ઊંડા દુઃખનું ભાન હતું.

'દર્દી તો ચોખ્ખી નિદ્રા લે છે. દર્દનું એ ઘેન ન હોય.' ડૉક્ટરે કહ્યું.

'એમ ?' રમાએ સહેજ ઉત્સાહથી પૂછ્યું:

એકબે દિવસ આમ ને આમ કાળજી રહેશે તો આરામ થઈ જશે. પણ તમે આખી રાત ઉજાગરો કર્યો લાગે છે; દિવસે તમે કોઈને બેસાડી સૂઈ શકશો.' ડૉક્ટરે સગવડ બતાવી.

'પૂરું મટ્યા વગર મને ઊંધ નહિ આવે.'

એકાએક વિનોદરાયે આંખ ઉઘાડી. તેણે ડૉક્ટરને, એક શિક્ષકને અને બેચાર વિદ્યાર્થીઓને જોયા. તેમને સમજ ન પડી.

'કેમ...બધા...અહીં...?” ધીમેથી બોલતા વિનોદરાયને વચમાંથી રોકી ડૉક્ટરે કહ્યું:

'તમને તાવ આવ્યો છે. વધારે બોલશો નહિ.'

વિનોદરાયે એકાએક પાસું બદલ્યું. જાણે કોઈ નિત્યનિયમ તૂટતો હોય એવી તેમની ઝડપ હતી. પાસુ ફેરવી તેમણે તીક્ષ્ણ દૃષ્ટિ કરી જોયું. તેમની અને છબી મૂકેલા મેજની વચ્ચે કોણ પડદો પાડી રહ્યું હતું ? સહેજ અણગમા સાથે તે વ્યક્તિના મુખ સામે તેમણે જોયું.

વિનોદરાયને લાગ્યું કે તેઓ હજી સ્વપ્નમાં જ હતા, એ મુખ