પૃષ્ઠ:Pankaj.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુનર્મિલન : ૩૭
 

કેમ હજી પણ ઓળખાતું ન હતું ? શું એ રમા હતી ?'

તેમણે આંખ મીંચી દીધી. છબી વિસ્તૃત બની ગઈ હશે શું ? કે નિત્ય છબીનાં દર્શનમાંથી રમાએ નિહાળવાનો ભ્રમ ઉત્પન્ન થયો?

રમાનાં અંગેઅંગ અને રોમેરોમ કંપી ઊઠ્યાં. પાંત્રીસ છત્રીસ વર્ષની સ્થિર–સંયમશોભન વયમાં આ કંપ શો ? તે અવાચક તો બની જ હતી. તે હવે શૂન્યતા અનુભવી રહી.

ક્ષણભરમાં તેને સ્વભાન આવ્યું. સ્વભાન સાથે સ્વમાન પણ જાગૃત થયું. શા માટે તે ફક્ત ડૉક્ટરની બોલાવી આવી હતી ? બેભાનીમાં રહેલા વિનોદરાયે ભાગ્યે જ તેને બોલાવી હોય. તેનાથી પાછું ન જવાય ?

એકાએક વિનોદરાયે આંખ ઉઘાડી, એ આંખ રમાની આંખ ખોળતી રમાના મુખ ઉપર સ્થિર થઈ. મૂંઝવણ અનુભવતી રમાએ આંખ વેગળી ખસેડી લીધી; પરંતુ રમાનો ખાટલામાં જ મુકાયેલ હાથ અશક્ત વિનોદરાયના હાથ નીચે આવ્યો. તે ખસેડી લેવાની ઘણી ઈચ્છા છતાં તેનાથી કેમે ખસેડી શકાયો નહિ. તેને સંકોચ થયો. ત્રાહીત મનુષ્ય આ ચર્ચા જોતા હતા ! તેનાથી વિનોદરાય તરફ ફરી જોવાઈ ગયું. પોતાના હાથ ઉપર હાથ મૂકી સૂતેલા વિનોદરાયની આંખમાંથી આંસુ રેલાતાં હતાં. રમાનું હૃદય પણ ઊછળી રહ્યું હતું. તેણે મન કઠણ કર્યું અને બીજે હાથે એક રૂમાલ વડે વિનોદરાયનાં આંસુ લૂછી નાખ્યાં.

વિનોદરાયે એ જ હાથ પકડી માથા નીચે મૂકી દીધો. તેમને નિદ્રા આવી ગઈ, રમાએ પોતાનો હાથ ત્યાં જ રહેવા દીધો. ડોકટ૨, શિક્ષક અને શિષ્યએ આ નાનકડી અસભ્યતા માટે કાંઈ વાંધો લીધો નહિ.

વિનોદરાયની તબિયત ઝડપથી સુધારા ઉપર આવી ગઈ. તેઓ