પૃષ્ઠ:Pankaj.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુનાની કબૂલાત : ૬૩
 

મારી ઓરડીમાં આવી, અને ખોળી કાઢી તે લઈ બબડતી ચાલી ગઈ. થોડી ક્ષણોમાં મને તેડું આવ્યું, હું શેઠાણી પાસે ગયો. શેઠાણીને ભાગ્યે જ નોકરોએ સૌમ્ય સ્વરૂપમાં જોયાં હશે. મને જોતાં બરાબર તેઓ બોલી ઊઠ્યાં :

'કુંદન, છોકરાંની વાત તો ઠીક છે. પણ તમે યે ચોરી કરવા માંડી ?'

'હું સમજ્યો. રમકડાં રહી ગયેલાં તેને ઉલ્લેખ હતો. છતાં મારી આંખમાં અને કંઠમાં ઉષ્મા આવી ગઈ.

‘બાઈ સાહેબ, તમે શું બોલો છો? શાની ચોરી ?'

'લ્યો. આ તો વળી ચોરી ઉપર શિરજોરી ! આ તારી વહુ છોકરીને ચોરવાનું શીખવે છે ! પ્રિયબાળાનાં રમકડાં આ બાઈ જઈ ને તારી ઓરડીમાં કઢાવી લાવી. હવે સમજ્યો ?'

'એ રમકડાં તો મારાં છે – મેં મંગાવ્યાં છે.' ગુસ્સામાં હું બોલ્યો, અને ગુનામાં એક ડગલું આગળ વધ્યો.

'એમ કે ? ત્રીસ રૂપિયાના પગારમાં તું પાછો રમકડાં પણ વસાવે છે કે ?'

વીજળી સરખો કોઈ પ્રકાશ મારા અંતરમાં ઝબક્યો. કાંઈ નહિ તો આજ સુધી મારી પ્રામાણિક નોકરીથી શેઠના આઠ દસ હજાર રૂપિયા મેં બચાવ્યા હતા. શેઠને ખોટ જવાની નહોતી. બીજા ગુમાસ્તાઓ દલાલોની દ્રષ્ટિએ પ્રામાણિકપણું અને મૂર્ખાઈ એ શબ્દોનો સરખો અર્થ થતો હતો. તેમનાં મેણું સાંભળવા છતાં હું મારા માર્ગમાંથી ચલિત થયો નહિ તેનો આ બદલો મને મળતો હતો ! હું ગરીબ ગણાઈ તુચ્છકાર પાત્ર બન્યો એટલું જ નહિ, પણ મારી છોકરી અને મારી પત્ની ચોર ગણાયાં !

મેં તે જ દિવસે મારી બાળકી માટે એક ટ્રાઈસીકલ અને ટોપલો ભરીને રમકડાં આણ્યાં. બાળકી ખુશ થઈ – બહુ જ ખુશ થઈ. એની ખુશાલીને વિચાર કરતાં શેઠના મને સોંપાયેલા પૈસામાંની આ ખાનગી