પૃષ્ઠ:Pankaj.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુનાની કબૂલાત : ૬૫
 

ટાળવાના બધા જ પ્રયત્ન પાપરહિત બની જતા હતા.

શેઠની તિજોરી મારી પાસે હતી. તિજોરી ઉઘાડવાના પ્રસંગો મારે જ આવતા. પ્રિયબાળાની બંગડીઓ મેં ઉપાડી લીધી અને મારી પત્નીને તે આપી કહ્યું :

'કાલે પહેરાવી એને ગામમાં લઈ જજે. બગીચામાં કોઈ જુએ નહિ એટલી કાળજી રાખજે.'

છળી ગયેલી મારી પત્નીએ પ્રથમ તે બંગડી હાથમાં જ ન ઝાલી અને મારી કપરી આંખ જોઈ બંગડી હાથમાં લેતાં તે દાઝી હોય એમ ચમકી. ક્ષણ પછી તે બોલી :

'આ ક્યાંથી લાવ્યા ?'

'તારે શી પંચાત ? તું તારી મેળે હું કહુ તેમ કર.'

‘આમાંથી કોઈ વાર આપણે બધાં યે મરીશું. પત્નીએ કહ્યું. એનું કથન કંઈક અંશે – પૂર્ણ અંશે ખરું પડ્યું. અમે તો જીવીએ છીએ, પણ એ તો મરી ગઈ, આમાંથી જ.'

બીજે દિવસે એકાએક શેઠે મને પરગામ મોકલ્યો. હું રાત્રે જ પાછો આવવાને હતા, પરંતુ કામના રોકાણને લીધે આવી શક્યો નહિ. બીજે દિવસે હું આવ્યો ત્યારે મારી કોટડી આગળ પોલીસનાં માણસો ઊભેલાં મેં જોયાં. મારું હૃદય થરથરી ઊઠ્યું. આખા શરીરમાં કંપ ફેલાયો. મારો થરથરાટ શમે તે પહેલાં પોલીસે મને પકડી લીધો. બધે જાણ થઈ ગઈ હતી કે મેં શેઠની હીરાની બંગડીઓ ચોરી હતી.

શેઠાણી મારા કરતાં વધારે ચબરાક હતાં એ હું ભૂલી ગયો હતો. રમકડાંની તેમણે માનેલી ચોરીનો પ્રસંગ બન્યા પછી – અને ખાસ કરી ટ્રાઈસીકલ જોઈને તેમણે અમારા ત્રણે જણ ઉપર પહેરા મૂકી દીધા હતા તેની અમને ખબર ન હતી. અમારી બધી જ હિલચાલ ઉપર નજર રાખવામાં આવતી. અબલત્ત, એવું કશું કરતો ન હતો કે જેથી પકડાઉં. છતાં પુત્રીને હીરાની બંગડીઓ પહેરાવવાની મમતામાં મેં સાહસ કર્યું એ અક્ષમ્ય હતું. હીરાની બંગડીઓ પહેરી