પૃષ્ઠ:Pankaj.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંસુના પાયા



જયરામ મિસ્ત્રીનું નામ બધે જાણીતું હતું. મોટા રસ્તા કરવા હોય, નદી ઉપર પૂલ બાંધવા હોય, મોટાં મોટાં મકાનો બાંધવાં હોય તેમાં જયરામ મિસ્ત્રી ખરા જ. પહેલા વર્ગના એ કોંટ્રાક્ટર. ગોરા ઈજનેરો અને કાળા ઈજનેરી મદદનીશોના તેઓ માનીતા હતા. નાનાં કામમાં તેઓ હાથ નાખતા જ નહિં; પરંતુ મોટી હરાજીઓમાં તે આગળ પડતા હોય જ. જે કામ તેઓ લેવા ધારે તે કામ બીજા કે કોંટ્રાક્ટરથી લઈ શકાતું નહિ. બીજા કોંન્ટ્રાક્ટરો તેમની દોસ્તી અને મહેરબાની જ શોધતા.

ઈજનેર સાહેબના ઘરમાં પણ તેમનું ભારે માન હતું. મેમસાહેબો અને બાઈસાહેબોનો ફિર્નિચરનો શૉખ બહુ ભારે હોય છે, એ નાનામાં નાનો કોંટ્રાકટર પણ જાણે છે, શૉખની વાત બાજુએ રાખીએ તોપણ ઘરસંસાર લઈ બેઠેલી સ્ત્રીઓને ઘરમાં શા વગર ચાલે? પછી તે સ્ત્રીઓ યુરોપિયન હોય કે હિંદવાણી હોય. ખીંટીઓની ફેરફારી. નકૂચા-કડીઓની અદલાબદલી, અભરાઈઓના સુધારાવધારા, નાનકડી ઘડોચી કે સાંગામાંચી : એ બધી સાહેબોના ઘરની કદી ન