પૃષ્ઠ:Pankaj.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંસુના પાયા : ૭પ
 


'આપની નજર પડે ત્યાં જગા થાય. એમાં મોટી વાત નથી. આપણે ચાર રસ્તાને મોખરે કરીએ તો ?'

'પણ ત્યાં તો હરિવલ્લભ શેઠની હવેલી આવી છે.'

'સાહેબને બાગ બનાવવો હશે તો શેઠની હવેલી ઊડી જશે.'

'એ તો બહુ મુશ્કેલ. લાગવગવાળો માણસ છે, અને એની હવેલી આપતાં હજાર ઝઘડા ઊભા કરશે.?'

'સાહેબને કશું જ મુશ્કેલ નથી. સુધરાઈના સભ્યોને કહી દેવાનું, એટલે સુધરાઈનો ઠરાવ થશે. અને આપને ટેકો મળશે એટલે ઠેઠ ગવર્નમેન્ટ સુધી કોઈ બોલશે નહિ.'

'બીજી જગા પસંદ કરીએ તો?'

'મોખરો ન સચવાય. મેં બે લાખ કહ્યા તે એ હવેલીનો જ વિચાર કરીને. બીજે, સાહેબ, મારું મન ગોઠતું નથી. અને હજારો લોકોનો લાભ વિચારતાં એક શેઠિયાની લાગણીનો વિચાર જ ન થાય.

સાહેબને આ વાત ખરી લાગી. પરંતુ તે મુશ્કેલ પણ લાગી. આ જગા સિવાય બીજી કોઈ જગા માટે – આ કામ સિવાય બીજા કોઈ કામ માટે – જયરામ મિસ્ત્રી બે લાખ રૂપિયા જેવી ભારે સખાવત કરવા તૈયાર નહોતા. એ લાભ જાય તો ગામને બાગ મળે નહિ અને સાહેબનું નામ રહે નહિ. સાહેબે પણ નિશ્ચય કર્યો કે એ જગ્યાએ બાગ થવો જોઈએ. સાહેબોના નિશ્ચય ધ્રુવ સરખા અચળ હોય છે. બહુ ભલામણો થઈ, બહુ સિફારસો થઈ, બહુ કાલાવાલા સંભળાયા અને બહુ ધમકીઓ પણ સંભળાઈ. પરંતુ નદી પ્રવાહની કુમળી રમત અગર ભયાનક તાણને ન ગણકારતા ખડક સમા સાહેબ આ કામમાં અડગ રહ્યા. મ્યુનિસિપાલિટીએ એ જગા લેવાની જરૂર બતાવી, મુલકી અમલદારેએ પણ જરૂર બતાવી. એટલે હવેલીના માલિક હરિવલ્લભ શેઠ સિવાય આખું ગામ આ સ્થળે બાગ બનાવ્યા વગર જીવી શકશે નહિ એવી સૂચક સ્થિતિને તાબે થઈ કલેક્ટર સાહેબે સરકારમાં હવેલી લેવા ભલામણ કરી. કલેક્ટરની ઘણીખરી ભલામણો