પૃષ્ઠ:Pankaj.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦: પંકજ
 


'ગોપાળ મિસ્ત્રી સાંભરે ખરા ?'

શેઠ ચમક્યા. તેમણે જયરામ ભણી જોયું. જયરામની આંખમાંથી અગ્નિ વરસતો હતો. તેણે દાંત કચકચાવ્યા અને કહ્યું :

‘ગોપાળ મિસ્ત્રીનો હું દીકરો, સમજ્યા ?...ચલાવ મોટર.'

હરિવલ્લભ શેઠ ફાટી આંખે જોઈ રહ્યા. તેઓ કાંઈ બોલે તે પહેલાં તો મોટર ઊપડી અને તેમને દૂર ઘસડી ગઈ. જયરામના મુખ ઉપર કોઈ અકુદરતી આનંદ છવાઈ રહ્યો. ઝડપથી તેમણે પગ ઉપાડ્યા. ચાલવાનો તેમને જરા યે કંટાળો નહોતો. તેઓ પાછા સાહેબના બંગલામાં આવ્યા.


'ચાલો, કામ સફળ થયું.' સાહેબ બોલ્યા.

'હવે બે વાતની પરવાનગી આપ સાહેબ પાસેથી લેવાની છે.'

'હવે શું છે ?'

'આપ સાહેબનું નામ આ બાગ સાથે જોડવા પરવાનગી મળવી જોઈએ.' મિસ્ત્રી બોલ્યા.

'એનો શા માટે આગ્રહ રાખો છો ?’

'એ સિવાય હું એક ડગલું પણ ભરવાનો નથી.'

'ઠીક, તમારી બધાની મરજી છે તો હું હા પાડું છું. બીજું શું છે ?'

'સાહેબ મારા બાપનું એક નાનું બાવલું બાગમાં મૂકવા મરજી છે.'

'ઓહો ! તમે તો બહુ પિતૃભક્ત છો ! એમાં હરકત નથી. એથી બાગની શોભા વધશે.'

સાહેબે બંને પરવાનગી આપી. જયરામના મુખ ઉપર અને આંખમાં અવર્ણનીય તેજી આવી ગઈ હતી. હરિવલ્લભ શેઠે કબૂલાત ફેરવી તોળવા ઘણાં ફાંફાં માર્યા, પરંતુ ગામના આગેવાનો સમક્ષ