પૃષ્ઠ:Pankhadio.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કણીઓ યે ખૂંચતી નથી ! પુરુષ નઠોર છે, નગુણો છે. માતાનાં ને પત્નીનાં હૈયાનાં હીર પી પીને પુરુષ પુરુષ થાય છે. ત્હો ય-

મ્હેં કહ્યું : ત્હમે જ શીખવ્યું-સંભળાવ્યું છે ને કે

वज्रादपि कठोराणि, मृदुनि कुसुमादपि.

પુરુષ કાળમીટથી યે કઠ્ઠણ છે, પુરુષ પાંદડીથી યે પાણીપોચો છે. નદીને પત્થરની ભેખડે હોય, નદીને વેળુની પથારી યે હોય. પુરુષના પૌરુષ વચ્ચે અમે વહીએ છીએ, પુરુષની સુકુમારતામાં ઝીલીએ ને ઝીલાઈએ છીએ.

મ્હારી મહુવર બોલ્યે જ રહી:-ને પુરુષનાં સમર્પણે કય્હાં ઓછાં છે જે ? સારો યે દિવસ પ્રાણનો પરસેવો કરો છો, દુનિયાની દીવાલો વચ્ચે અથડાઓ છો, જનતાના ખડકો ઉપર પછડાઓ છો. ત્હમને વાગતાં હશે કે નહિ વાગતાં હોય દેહને દેહીને સંસારના ઘા ? ઉપાર્જી ઉપાર્જીને ધનના ઢગલા ધરો છો અમારે ચરણે. અમને સોનવેલે મઢો છે, અમને શણગારો છો.

એમણે કહ્યું : એ તો ત્હમને માણવાને અમે શણગારિયે છીએ.

વાતની વચ્ચેનો એ ટહુકો મ્હારાથી ન ખમાયો. હું તો ગાજી ઉઠી.

ને સ્ત્રીઓ તો ત્હમને નાંખી દેવાને નચાવતી હશે ? પુરુષ જેવું અજ્ઞાની પ્રાણી મ્હેં દીઠું નથી-એક ત્હમારા શિવાય. પુરુષ સ્ત્રીને માણે છે બોલનાર અજ્ઞાની કે જૂઠડો

૨૩