પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
એક તક:૯૩
 

એક તક : ૯૩ મહામાયા : પણ એ કાં હસે છે? એને કાં સુખ છે? એની આંખમાંથી રતાશ મટતી નથી, અને એના હાથમાંથી લોહી સુકાતું નથી. સ્ત્રી : એને સુખ ખેાળી આપવા હું મથું છું, મરું છું . પૃથ્વી : પણ એ હતભાગ્ય પુરુષને સુખ જોઈતું જ નથી. મા ! તારી Jચ્છા હેાય તા ભલે આ સ્ત્રીને રહેવા દે. પણ પેલા પુરુષ તે અહીં ન જ જોઈએ. પુરુષ : ( સ્ત્રીને ) અરે જરા કહે તા ખરી? હે । મને તારાથી વિખૂટા પાડશે. સ્ત્રી : પણ તું મારું કહ્યું તે માનતા નથી ! હુ યે મહામાયાની માફક રાજ કહ્યા કરું છું કે જે કાંઈ હોય તે વગર લઢથે બધાં વહેં'ચી લે ! પુરુષ : એ તે આપણે જોઈશુ. હમણાં તે સાચવી લે ? સ્ત્રી : મહામાયા ! હું એનાથી વિખૂટી નહિ રહું, એને તા સાથે મને પણ ફે કબ્જે. મહામાયા : કારણ ? સ્ત્રી : મારે એને સુખી કરવા છે, સુખી જોવા છે. હું સાથમાં નહિ હાઉ તા તે નહિ ને. મહામાયા : હજી સુધી તા તુ' નિષ્ફળ નીવડી છે. ચી : ના, ના. એમ તા છેક કેમ કહેવાય ? એની કવિતા જો, એનુ સંગીત જો. એમાં મીઠું મીઠું સુખ નથી દેખાતું? એ હું જ પ્રેરું છુ. મહામાયા : ત્યારે આ મારફાડ કેમ અટકાવતી નથી ? ચી : એ તા બાળક જેવા છે; એ બિચારાને વહે‘ચતાં આવડતું નથી. મહામાયા : ત્યારે તું શીખવતી કેમ નથી ? સ્ત્રી : હું તા શીખવ્યા જ કરું છું. મારું આખું જીવન હુ' એ જ શીખવવા જીવું છું. પણ એ જાડી યુદ્ધિના ઝટ શીખતા નથી,