પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦:પરી અને રાજકુમાર
 

૧૦૦ : પરી અને રાજકુમાર ઘેટાનુ . : પણ ખુદાવંદ ! પાણી મારા તરફથી આપના તરફ વહેતું નથી. આપની બાજુએથી પાણી મારા તરફ આવે છે, અને આપનું ઉચ્છિષ્ટ પાણી હ. પીઉં છું. સેવક એવી ભૂલ નથી કરતા. વરુ : શું આ ઘેટાં ફાટવાં છે! મારી સામે થાય છે? કાઈ પણ રીતે અસ્વચ્છતાને તે ઉત્તેજન મળ્યુ ને ? હરામખાર ! ગયે વખતે આમ તું મને ગાળ દઈ ભાગી ગયા હતા, ખરું ને? ઘેટાનું બચ્ચું : નામવર ! ઘેટાં કદી ગાળ દેતાં નથી. અને કદાચ થાડુ છે એ કરી લેતાં હેાય તે તે જરા શી’ગડાં ઊગ્યા પછી. મને તે પૂરુ* ખેલતાં ય આવડતું નથી. વધુ : લબાડ ! જુટ્ટા! આજથી બરાબર છ માસ ઉપર તે મને ગાળ દીધી હતી. હુ* તને ભૂલ્યા નથી. એના જોઈએ એટલે પુરાવા મારી પાસે છે. ઘેટાનું બચ્ચું : કૃપાનિધાન ! મારા જન્મ થયે હજી ત્રણ જ માસ થયા છે. હું છ માસ ઉપર કેમ ગાળ દઈ શકયો હોઈશ ? - વરુ : કમબખ્ત ! મારી સાથે વાદવિવાદ? મારી સામે દલીલ ? કમ- જાત ! તેં નહિ તે। તારા બાપે ગાળ દીધી હશે ! બાપના વારસ તું ખરા કે નહિ ? અરે, આખી ઘેટાંની જાતને તું પ્રતિનિધિ ! તારા બાપે – અરે ભૂતકાળમાં કાઈ પણ ઘેટાંએ દીધેલી, વર્તમાનકાળમાં કાઈ પણ ઘેટાં તરફથી દેવાતી અગર ભવિષ્યમાં કાઈ પણ ઘેટાં તરફથી દેવાનારી ગાળ માટે તું શિવજ્ઞાનને આધારે જવાબદાર છે. એની સા આપવી એ મારા ધર્મ છે - ક વ્ય છે. ઘેટાનું બચ્ચું : નામવર ! હુ" મારુ મસ્તક આપના ચરણમાં... વધુ : ( એકદમ ધસી ) બદમાશ ! મને ભેટી મારવા આવે છે ? હવે તને માફી આપવી એ અધમ' છે. લે !