પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરી અને રાજકુમાર:૧૯
 

પરી અને રાજકુમાર : ૧૯ કુમારી : ( સ્વગત ) : ખેંચાતી ખેંચાતી વહી આવી ! કેટલું તાણું ? એક ક્ષણે લાગે કે પુષ્પાના પરાગ ખેંચી રહ્યો છે; બીજી ક્ષણે લાગે કે ચંદ્રના તેજમાં હું તણાઈ જાઉં છું; ત્રીંછ ક્ષણે લાગે કે મેઘધનુષ્યની હાડીમાં બેસી હુ… હેલે ચઢી છું. [ આળસ મરડે છે અને કુમારને દેખે છે. ] હું અહીં કયાંથી આવી ? કુમાર : મને ખબર નથી. કુમારી : મને કાઈ ખેૉંચી લાવ્યું. તમારા જેવું જ કાઈ હતું. કુમાર : હું સેગન ખાઉં છું કે... કુમારી : સમ ખાય તે સદાય જુઠ્ઠા! [ કુમારી સહજ હસે છે. ] કુમાર : પણ એટલું તો ખરું જ કે તમે ન આવ્યાં હેત તે હું ખેંચાઈ આવત. તમારું આકણું અદ્ભુત છે. કુમારી ( સ્વગત ) : બંને એકબીજાને ખેંચતાં હોય તે કેવું સારુ" ! (પ્રકાશ ) વારુ તમારુ નામ ? માર : કુમાર. અને તમારુ? કુમારી : કુમારી. [કુમારી સહેજ ચમકે છે. ] [અને ચમકી સ્તબ્ધ બની પરસ્પર ક્ષઙ્ગભર સામું જોઈ રહે છે. કુમાર : (સ્વગત )

કેટલે વષે જોઈ !

કુમારી : ( સ્વગત ) વર્ષોથી જેને ઝંખતી હતી તે! કુમાર : કુમારી ! મને કદી જોયા છે? કુમારી : હા; ઘણા બદલાઈ ગયા, નહિ? પણ હવે ખરા રાજકુમાર સરખા લાગેા છો | વારુ, તમે...મને એળખા... ખરા ?