પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કુંવરજી દેસાઈ નોંધ મારા પૂર્વજોમાંના (મારા સહિત આઠમી પેઢીના) કુંવરજી દેસાઈની કુટુંબકથા હળ કાતિ કથા તરીકે ચાલી આવે છે. ઔરંગ ઝેબ અને ત્યાર પછીના સમયમાં તે હતા એમ લાગે છે. ✓ કુંવરની ઉદારતાના એક પ્રસર્સીંગ આ નાટકમાં વણ્યા છે એ અમારા કુટુંબમાં જાણીતા છે. અમદાવાદના બાદશાહી સૂબાએ પૂરતી જમાબંદી ન ભરવાને કારણે તેમને કદમાં પૂર્યા. પ ને દિવસે સાબરમતીસ્નાનની પરવાનગી મળતાં કિનારે તેમના બેટલ ઉપર બ્રાહ્મણોને દક્ષિણા અપાઈ હતી. તે યુગમાં ઉદારતા એ સ્વરૂપે વ્યક્ત થતી હતી. એ ઉદારતા જોઈ સુબાએ તેમને બંધનમુક્ત કરી બાકીની રકમ માફ કરી હતી. બીજો પ્રસંગ : ખેડૂતાના પક્ષ લઈ તેમના તરફથી સૂબા સાથે લડી પૂરી રકમ ન ભરતાં બંધનના સ્વીકાર કર્યો એ તેમની ન્યાય- પરાયણતા અને આત્મભાગનું દૃષ્ટાંત છે. પ્રત્યેક કુટુંબમાં પૂર્વજોની કાતિ કથા એક અગર ખીજા રૂપમાં ચાલી આવે છે. કૌટુંબિક અભિમાનનું પ્રદર્શન કરવાના હેતુથી નહિ, પરંતુ આવા પ્રસંગામાંથી ભજવવાને યોગ્ય ગાઠવણી થઈ શકતી હાવાથી તે કાળનું આછું ચિત્ર આપવા પ્રયત્ન કર્યાં છે. દેસાઈએ આબાદીનું કામ પણ વસૂલાત સાથે કરતા હતા એમ જૂની સનદ જોતાં સ્પષ્ટ થાય છે તે સમયમાં ફારસી ભાષાનું જ્ઞાન મુત્સદ્દી વર્ગ માં હતું એ પણ ધ્યાનમાં રાખવા સરખું છે. કાલેાલના નાગર–યુવકમંડળને ભજવવા માટે અનુકૂળતા થાય એ માટે આ નાટક રચ્યું હતુ. સ્ત્રી પાત્રા વગરનાં નાટકની જરૂર ઘણી જગાએ ઊભી થાય છે. એ જરૂર આમાં મુખ્ય અંશે પૂરી પાડવામાં આવી છે.