પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશ ત્રીજે સ્થળ : દેસાઈના ઘરની કચેરી-માટી એશરી અને ચાકના ભાગ દસ્ય : પાંચ છ કારકુના ગાદીતિકયા નાખી બેઠા છે. કાઈ લખે છે, કાઈ લખી રહી કાગળા મૂકે છે. કુંવરજી દેસાઈની મેાટી ખાલી ગાદી પાસે તેમના કારભારીની ગાદી છે. તેના ઉપર એસી કારભારી કાગળેા જુએ છે, અને ચાપડા તપાસે છે. દસેક ખેડૂતા અંગૂઠા પકડી ઊભા છે. ત્રણેક સિપાઈએ નેતરની સેાટી સાથે તેમના ઉપર ઝઝૂમે છે—જેથી અંગૂઠા પકડી રહેલા ખેડૂતા ઊભા ન થઈ જાય. સમય : બપેારની શરૂઆત. કારભારી (ખેડૂતા તરફ જોઈ) : કેમ, હજી નહિ? કેમ મરવાના થયા છો? પહેલા ખેo : કારભારીસાહેબ ! આવે। જુલમ થયા નથી. અક્કલ આવે છે કે આવહીવટમાં તે કારભારી : સિપાઈને કહું એટલી જ વાર છે. ચામડાં તૂટી જવાનાં છે! આજ તમારાં ખીજો ખેડૂત : અમારે તેા દેસાઈબાપાને મળવું છે. કારભારી : તમારા પાપમાં તે। દેસાઈબાપાને તાપ, તાઢ અને વર- સાદમાં રખડવું પડે છે. પહેલું વસૂલ ભરા; પછી બીજી વાત. ત્રીજો ખે : કચાંથી લાવીએ ? આ વર્ષે તા જાત વેંચેય પણ કાઈ ધીરે એવુ’ નથી. કારભારી : એવાં બહાનાં વડે જ દેસાઈજી પાસે છતી જાઓ છો !