પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુંવરજી દેસાઈ:૬૫
 

કુંવરજી દેસાઈ : ૬૫ તમારી લુચ્ચાઈમાં તે। દેસાઈ દેવાદાર થવા માંડયા છે. આજ તમને છોડવાના નથી. ચેાથા ખેº : અમારા તા પગ ભાંગી ગયા અને કડા તૂટી ગઈ. હવે જરા બેસવા દો. કારભારી : આટલે કાગળ હું લખી લઉ. એટલામાં તમે પૈસા નહિ ભરી દે તે। આ સિપાઈઓને તમારા ઉપર છેડી મૂકું છું. યાદ રાખા ! [ સિપાઈઓ રાધ સેટી હવામાં ચમચમાવે છે. દૂરથી કુંવરજી આવતા દેખાય છે. ] પહેલા કારકુન : દેસાઈજી આવતા લાગે છે! [ બધા ઊભા થવાની તૈયારી કરે છે. ] કારભારી : એ કયાંથી ? આજ તે આવવાના ન હતા ] [ કુંવરજી આવે છે. બધા ઊભા થઈ તેમને સલામ કરે છે. ઝડપથી તેમની સલામેા ઝીલી પેાતાની ગાદી ઉપર બેસવા જતાં તેમની દષ્ટ અંગૂઠા પકડી રહેલા ખેડૂતા ઉપર પડે છે. કુંવરજી : અરે, પેલા કાણુ અંગૂઠા પકડી ઊભા છે? કાણે આમ તડકે એમને ઊભા રાખ્યા છે ? બેસી જાઓ, આમ છાયામાં. કારભારી! આ પલિયાને પાણીબાણી પાઓ. [બધા ખેડૂતા ઊભા થઈ દેસાઈને સલામ કરે છે; કારભારી કડવું મુખ કરે છે. ] ખેડૂતા : બાપા રામરામ ! રામરામ, બાપા ! કુંવરજી : રામરામ, ભાઈ ! રામરામ. અલ્યા ઘેરથી જમ્યા વગર નીકળ્યા હશે. પહેલેા ખે : બાપા! એક વખત તમે જ ભૂખ ભાંગી હતી; હવે પાછા તમે જ ભૂખ ભાંગશા ત્યારે. ૫. ૫