પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬:પરી અને રાજકુમાર
 

૭૬ : પરી અને રાજકુમારે કુંવરજી : મારી અરજ છે, હજૂર! હું રાજદ્રોહી કરતા નથી. રાજ્ય આબાદીની હું ચાવી બતાવી રહ્યો છું. વછર : પૈસા ખેડૂતના ઘરમાં રહેવા દેવા અને રાજ્યના ખાના ખાલી રાખવા, ખરું ને ? કુંવરજી : નહિ, વજીરસાહેબ ! મારું કહેવું એટલું જ છે કે ખેડૂત ની કાથળી અને આપણા ખજાના વચ્ચે ઘટતું પ્રમાણ સાથે- વવું જોઈએ. સૂબા : તેની ક્રાણુ ના પાડે છે ? કુંવરજી : ખુદાવંદ ! એમ થતું ન લાગ્યુ માટે મેં જિકર કરી છે. જે તાલુકામાંથી કાંઈ ઊપજતું ન હતું તેમાંથી આપણે બે લાખ મેળવી શકયા. બે લાખના જોતજોતામાં આપણે ત્રણ લાખ કર્યાં. હવે આવા વર્ષમાં ત્રણના પાંચ લાખ કરી ખેડૂત પાસે માગીએ એમાં કયું પ્રમાણુ સચવાય છે ? સૂબા : શું તમારું એમ કહેવુ' છે કે ખેડૂતા આબાદ નથી થયા ? વચ્છર : એમનાં મકાના જુએ, ખેતરા જુએ, વસ્ત્ર જુએ, અને પછી કહેા કે ખેડૂતો સૂબાસાહેબના અમલમાં આબાદ નથી થયા. કુંવરજી : વજીર સાહેબ ! ખેડૂતાની આબાદી ઉપર મીઠી નજર રહેવા દો. તેની આબાદીને શકશો નહિ, ખેડૂત નિર્ધાન હશે તે રાજ્યનાદાર બનશે; ખેડૂત ડગમગતા હશે ત શહેનશાહતના પાયા ડગમગતા રહેશે; ખેડૂત ખળતા ઝળતા હરો તા એના નિસાસાની ઝાળ વૈપારવણજ અને ધનવૈભવને બાળી મૂકો. જહાંપનાહ ! ખેડૂત, અમલદાર અને રાજ્ય એ ત્રણ સમરેષાઓના વિકાણુ એનું નામ રાજ્ય, એ રેષાઓમાં વિષમતા આવશે. તા. એ ત્રિકોણ ખેડાળ બની જા—અરે ત્રિકાણ જ તૂટી જશે,