પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશ ગાથા સ્થળ : સાબરમતીના કિનારા [ નદીમાં સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્ર પહેરી એક શિલા ઉપર કુંવરજી બેસે છે] . કુંવરજી : ( સ્વગત ) દુ:ખીને કાજે હાડ કાઢી આપનાર ચિ મુનિના પડછાયા આ સાભ્રમતીને તટ હુ પેખું છું. જીવ્યે કાણુ કહેવાય ? છત્રને સાચવે તે જીવનને સહુ કાજે વાપરી નાખે તે ? [ કેટલાક બ્રાહ્મણો પ્રવેશ કરે છે. પહેલા બ્રા : અરે, પેલા દેસાઈ તા ન Ìાય ? બીજો બ્રા : એ જ, એ જ. કુંવરજી પોતે ! ત્રીજો બ્રા : મહા ઉદાર પુરુષ ! કર્ણવિક્રમના અવતાર ! ચોથા બ્રા : એને આશિષ આપીએ. [ દેસાઈની પાસે જાય છે. ] પહેલા શ્રા : યજમાન રાજા ! આશિષ છે અમારી, કુંવરજી : ( ઊભા થઈ નમન કરી ) : આહા ! ભૂદેવ ! આપને પ્રણામ કરું છું. મારાં સદ્ભાગ્ય કે આપનાં દર્શન થયાં. પવિત્રતાની મૂર્તિ સમા બ્રાહ્મણ મારે મન સદા ય પૂજય છે. ( સ્વગત ) ગૌ અને બ્રાહ્મણ એટલે કૃષિ અને યજ્ઞ એક જગતના દેહને પામે છે; એક જગતની પવિત્રતાને પોષે છે. ગૃહસ્થના ધમ બ્રાહ્મણને પોષવાના – દક્ષિણા આપવાના. પણ - મારી પાસે તા કશું જ નથી. આ ભૂદેવાને ખાલી હાથે શું ” મોકલીશ ?