પૃષ્ઠ:Pari Ane Rajkumar.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સ્થળ : અવકાશ. સમય : મહામાયાની એક પલક, મહામાયા : [ વનવાસીનાં વસ્ત્રો સજી જગજજનની મહામાયા ગાતી ગાતી અવકાશમાંથી ઊતરી પૃથ્વી ઉપરના વનમાં પ્રવેશ કરે છે. આખુ’ વાતાવરણ તેનુ ગીત ઝીલે છે. એક બાજુ ઉપર એક પુરુષ તપ કરતા જાગ્રત થઈ મહામાયા સામે હાથ જોડે છે. ડું તો વન માંહ્ય વેણ ભરી વાતી, રસગીત મારાં ગાતી ને ગુંજતી નાચતી રમુ ફૂલ ભરી ચૂંદડી ને પણ તણાં પિચ્છ ધરુ, લીલા લીલા ઘાસ તણી મેાજડી સુંવાળી ધરી, કુંજ ને નિકુજ માંહી એકલી ભમ્મુ'...હું તા પુષ્પની પથારી મારે પુપતાં ઓઢણુાં; કૃણી કૂણી દુર્વાની મેખળા વીટાળી સખી, રંગ ભર્યાં ચઢાંકી વનમાં શત્રુ...હું તે [ પુરુષ તરફ નિહાળી ] અરે, હ’ ભૂલી. હુ’ તારે માટે આવી છું. તારા ઉપર પ્રસન્ન થઈ છે. પુરુષ : મારી તપશ્ચાર્યા ફળી એ જગજનની! તું પ્રસન્ન થઈ હા તા મને એક વરદાન આપ. મહામાયા : માગ, જે માગે તે આપુ ! પુરુષ : હું ધારુ” તે થાય અને માણુ’ તે મળે. મહામાયા : તથાસ્તુ! તને અને તારી આખી માનવજાતને સિદ્ધિ આપુ છું.