પૃષ્ઠ:Parkamma.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ બીજું
૯૧
 

ગોરવીઆળી ગામ જોવા ગગુભાઈ મને સાથે લઈ ગયેલા. ત્યાં અમે ઓજત નદીનું નાનું ઝરણું જોયું–જે ઓજતને શેણીએ વીનવેલી કે

ચડ ટીંબા, ચડ ટીંબડી
ચડ ગુંદાળી ધાર;
ઓજત ! ઉછાળો લઇ
વિજાણંદ પાછો વાળ.

ગુંદાળી ધાર તો મારા બાળપણાની પરિચિત. ગુંદાળી ધાર પર એક વાર નેસડું ઊભું હશે. આજે એ ધારીગુંદાળા ગામડું બન્યું છે. માસીને ઘેર મહી-માખણનો ધરવ કરવા માટે શહેરનો છોકરો રજાએ રજાએ જતો. ગુંદાળી ધારની ઓથે ઊભેલો કોઠો હજુ યાદ છે. દીઠેલાં એ અર્થહીન સ્થળો શેણી-વિજાણંદની વાર્તા સાંપડ્યા પછી પ્રણયનો મર્મ ધારણ કરીને અંતરમાં ગોઠવાઈ ગયાં છે.

ગોરવીઆળીમાં જેને ઘેર ગયા હતા તે ચારણ શેણીના બાપઘરનો વંશજ હતો. એના મનથી તો ‘શેણી આઈ’ એ કોઈ દેવી બની ગઈ હતી. ને દેવીસ્થાને પ્રતિષ્ઠા પામેલ ‘શેણી આઈ’ એ તે કદી પ્રણયિની હોઈ શકે ! શેણી ને વિજાણંદની પ્રણય-ઘટનાનો તો એણે સોઈ ઝાટકીને ઈન્કાર કર્યો. ‘આઇ’ અને પ્રણય, એ બે વચ્ચે એના મનમાં કોઇ સુસંગતિ નહોતી. એમાં એને કુળપ્રતિષ્ઠાની હાનિ લાગતી હતી.

બાજરાના પોંકનો દૂધમાં ડોયેલો ભૂંકા એ મારું ત્યાંની રાતનું વાળુ હતું. વળતાં માર્ગે માંજોલીમાં બેઠાં બેઠાં ગગુભાઈએ એની ચિત્રાત્મક બાનીમાં, વિગતપૂર્ણ ચિતાર ખડો કરીને, અંતર પર સદાને


    ચાદરી ભેંસો લઇ આવ તો શેણી પરણાવું. વિજાણંદ એ શર્ત પૂરી કરવા માટે ઊપડી જાય છે. પણ મુદતસર ન આવતાં શેણી હિમાલયમાં ગળવા ચાલી જાય છે. હિમાલયમાં એ અરધી ગળી ગઈ ત્યારે વિજાણંદ ત્યાં પહોંચે છે. એનું અંતર સાંભળતી સાંભળતી શેણી પ્રાણ ત્યજે છે. વિજાણંદનું જંતર તૂટે છે. એકલો પાછો વળીને એ પામર જેવો જીવન પૂરું કરે છે.