પૃષ્ઠ:Parkamma.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ બીજું
૯૭
 


વાળંદની બાયડીના પાણીના છાંટા વાણિયાણ્યને બેડે ઊડ્યા. વાણિયાણ્ય કોચવાણી. બે શબ્દ સંભળાવ્યા.

સામે પદમિયાની વાળંદીઆણીએ પચાસ સંભળાવ્યા. કારણ કે પદમિયો તો દરબારી વાળંદ હતો.

વાણિયાણ્યે આવી વાણિયાને વાત કરી. વાણિયો કહે કે 'ફકર્ય નહિ, આપણે તો વાણિયા. વાળંદ કરતાં સાડી સાત વાર નીચા.' પણ વાણિયે વેર મનમાં સંઘર્યું. દીવાળી લગી વાટ જોઈ.

દીવાળી આવી. દીવાળીની સાંજે વાણિયો વાળંદ પાસે જઈને કહેઃ “પદમાભાઈ, બાપા, એક સજૈયો (અસ્તરો) દેશો? રાતની રાત જ કામ છે.

વાળંદને કુતૂહલ પ્રગટ્યું. વાણિયાએ વિશેષ કહ્યું: 'પણ એવો દેજો કે એક જ લબરકે ફારગતી થઈ જાય.'

પદમિયો ન રહી શક્યો. અસ્તરો દીધો, પણ વાંસે વાંસે વાણિયાને હાટે ગયો, 'શેઠ, પેટની વાત કહો. અસ્તરાની આજ રાતે શી જરૂર પડી ?'

દીકરાને વાણિયો કહે, 'કપુરચંદ, તું આઘો ખસી જા. વાડ્ય સાંભળે, વાડ્યનો કાંટો સાંભળે.'

પછી વાણિયો વાળંદને કહે “પદમાભાઈ, તમને જ કહું છું. આ જ રાતે અમે ઘરમાં બેસી, અમારાં સૌનાં નાક કાપશું.'

વાળંદ તો ધ્રૂજી ઊઠ્યોઃ 'કાં ?'

કે 'ભાઈ, દર દીવાળીએ કાપીએ છયેં.'

'હેં!'

'હા. રાતે કાપીને હડફામાં મેલી દયેં, તે સવારે નવાં નાક પાછાં આવે. પણ નવાં કેવાં આવે પદમાભાઈ ! કે કોઈનું નાક અખડાબખડ