પૃષ્ઠ:Parkamma.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ બીજું
૧૦૧
 


છે. તે વખતે મરનાર હાસમની વહુ માથા પરનું ઓઢણું ખંભે નાખીને ત્યાંથી નીકળી. મુરબ્બીઓની મરજાદ લોપનાર આ બાઇને દેખી સંધી ડાયરો તાજુબ બન્યો. કોઈએ બાઈને એની બેઅદબી માટે ઠપકો આપ્યો., બાઇ બોલી કે ‘હું ભીમા સિવાય કોઈ બીજાની લાજ કાઢીશ નહિ.’ એટલા જ શબ્દોએ સંધીઓને ચાનક ચડાવી ખડા કર્યા.

પોતાના ધણીને મારનાર પર કિન્નો લેવા માટે ઉશ્કેરવા કોઈને નામર્દો, હિચકારાઓ કે એવું કશું કહેવાને બદલે એક રાંડેલી જુવાન ઓરતે ઓઢણું ખંભે નાખીને જ કાતિલ સંકેત કર્યો, એ મારા આજ સુધીના સંશોધનમાં એક નવીન બાબત છે. રાણુભાઈએ તે ઉપરાઉપર સંધીઓ જતોના જૂના કિસ્સા રેલાવવા માંડયા.

એક આ વાત ટાંચણમાં અણવપરાયેલી છે—

‘ગુરબુટ ગામના મલેક રાણો તથા સધર તથા જીવણ ને ડોસલ, ચારે જણા જામનગરને રાણપર ગામે જતા હતા. રાણપરમાં બે હજાર જતો રહેતા. ચાર મુખીઓ જામ સાહેબના અમીર હતા. રબારી શિયો, રૂડો ગામેતી, હાજી મગરીઓ સંધી, ફકીરો હજામ વગેરે મળી જામના રાણપરનું રક્ષણ કરતા હતા. પોરબંદરથી રાણા સતાજીએ રાણપર જીતી લેવા પોતાના બે હજાર મેર, તુંબેલ, સૈયદ, સોઢા વગેરે મળી સાત હજારનું કટક વહેતું કરેલું. એવી સ્થિતિમાં રાણપર જતા આ ચારે ગુરગટવાળાઓને રસ્તામાં ભોગાટ ગામ આવ્યું ત્યાં બહેન મલીબાઈએ કહ્યું કે ‘રાણપર જાવ નહિ તો સારું, કેમકે વાઘેરો ઊમટીને હાલારમાં પ્રવેશ કરી ગામ ભાંગશે.’ એટલે તેઓ પાછા મરડાયા ને ગામે આવ્યા. ગાગા ગામવાળાઓએ કહ્યું કે ‘મલેક, ન જાવ તો સારુ. વાઘેરોએ એડા બાંધ્યા છે.’ એટલે સધર મલેકે જવાબ દીધો : ‘તમે ન બોલ્યા હોત તો અમે રાકાત. પણ હવે તો જાવું જ છે.’ ગયા. વાઘેરો ત્રીસ હતા. તેમણે તાશેરો કર્યો. આ ચારેમાંથી દરેકને ચાર ચાર ગોળી લાગી. ચારે જણ ઘોડેથી ઊતરી ગયા. તરવારોની રમત ચલાવી ખપી ગયા. ઘોડીઓ ઘેર ગુરગટ ગઇ. લાશો રણમાં પડેલી, ગુરગટવાળાઓએ જઈને રણમાં વાઘેરો સાથે ધીંગાણું કર્યું. આ પ્રસંગનો દુહો છે—

ચગલા દીઠા ચાર
કાંઠે કિ લો ઈ ને;