પૃષ્ઠ:Parkamma.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ બીજું
૧૦૩
 

 પ્રસંગમાંથી ઊભો થયો હતો. સંધીઓની ટોળી બાંધી હતી. તેની સામે દરબારી પોલીસે કરેલા ચેકના ડુંગરવાળા ધીંગાણાનું ટાંચણ રાણાભાઈએ કરાવ્યું છે—

‘બાબુ સાહેબ ને નરસી શુકલ અને જમાદાર નથુ આલા –

ચેકના ડુંગર પર સામસામા ચડી ગયા. ઉપર છુપાયેલ બહારવટિયાને ઘેરી લઈને સાદ કર્યો—

‘રાયદે ! હાલ હવે કસૂંબો પીવા.’

‘હવે તો કાકા ! સરધાપરમાં (સ્વર્ગમાં) કસૂંબા પીશું.’

આખો દિ’ ધિંગાણું કરીને રાયદે સલામત ઊતરી ગયો.

રાયદેનો જુલમ બહુ વધી પડ્યો.

હંફ્રી સાહેબ નિમાણા. તેના એ આસીસ્ટંટ સોટર અને પેલી સાહેબ હતા.

હંફ્રી ઉજ્જડ થેપડામાં પડેલા.

રાણ આલાને હુકમ કર્યો છે કે કચરા બજાણાવાળાને તમારી પાસે રાખો.

કચરાને પકડી રાખ્યો. તે વખતે કચરે કહ્યું કે તમને ફાયદો થાય તો બાતમી આપું. સાહેબ પાસે લઈ ચાલો. રાણા આલા એને સાહેબ પાસે લઈ ગયા. એની પાસેથી બાતમી મળી.

ગણા ને ભીંડોરાની હદમાં સોટર સાહેબ રોટલા લઇને આવ્યા, રાણા આલા વગેરે ત્યા હતા. સગડ લઇને ચાલ્યા.

એક પટેલ : માથે મોરીઓ લઇને ચાલ્યો આવે.

અમે પૂછયું, ‘એમાં શું છે ?’

‘પાણી ભરવા જાઉં છું.’

‘ક્યાં રે’વાં ?’

‘વેકરી.’

‘વેકરી તો ત્રણ ગાઉ આઘું – ને આંહી પાણી લેવા !’ એમ કહીને મોરીઆમાં બંદુકને કંદો માર્યો. અંદરથી દારૂગોળો પડ્યો.

(બહારવટિયા માટે જ એ લઇ જતો હતો.)