પૃષ્ઠ:Parkamma.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
પરકમ્મા :
 


વાલજી ઠક્કર

ફરી પાછી ટાંચણમાં સોરઠી ઘોડીઓ—

‘જેમ વવારૂ ઘૂમટો તાણીને વઈ જાય તેમ ઘોડીની કાનસૂરીની પણ અવળ સવળ દોઢ્યું ચડી ગઇ છે.’

એ ઉપમા સંસ્કૃત સાહિત્યમાંથી નહિ મળે. એ લોકસાહિત્યની સંપત્તિ છે.

ભમોદરા વાજસુર ખુમાણ, દોકડ લઇને ઘોડા પર બેસે : જેટલી ચાલ વગાડે તેટલી ચાલમાં ઘોડો પગના ઘૂઘરા બજાવે.

નવાબ સાહેબ [જુનાગઢના] પાસે કરી દેખાડ્યું

‘માગો ઇનામ.’

‘ઇનામ ન જોઈએ.’

ઘોડેસ્વારીના વિધવિધ શોખ અને ચાતુરી સાંભળ્યાં હતાં. આ પહેલવહેલું જાણ્યું. ટાંચણમાં ક્યારે પડી ગયું તે પણ ખબર નથી રહી. કોણે લખાવ્યું હશે? અનુમાન કરું છું કે અકાળા ગામના વાલજીભાઈ ઠક્કરે. અકાળા ગયેલો ૧૯૨૭માં, આસોદર ગામના ગઢવી દાદાભાઇનો સંપર્ક કરવા. પણ યજમાન મિત્ર હાથીભાઈ વાંકને કુટુંબમાં મરણું થયું, અમારું મિલન હજુ તો જમાવટ પામે તે પહેલાં વિંખાયું, લગભગ ખાલી હાથે પાછો વળ્યો. ગામથી સ્ટેશનના બે ગાઉના પંથમાં ગાડામાં ખોજા વાલજીભાઈ ઠક્કર સ્ટેશને આવવા સંગાથી બન્યા. ને એમણે એ એક જ કલાકની વાટમાં મારી ખોઈ, ચારણો પણ પાણી ભરે એવી સોરઠી વાતોથી છલકાવી દીધી. હીપા ખુમાણની વાત, બહારવટિયા ચાંપરાજવાળાની વાત, મામદ જામ મિઆણાની વાત. દરેક વાત ધડીબંધ અને કડીબંધ.

સોરઠના વાતડાહ્યા માણસો એક તરફથી નિરર્થક અલંકાર-ઠઠેરા કર્યા વગર અને બીજી તરફથી સંકલના ચૂક્યા વગર, લોચા વાળ્યા વગર, ગેંગેં ફેંફેં કર્યા વગર, થોથરાયા વગર, પાસાબંધી ને સંઘેડા-