પૃષ્ઠ:Parkamma.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ બીજું
૧૧૩
 


ઉતાર જે ગુજરાતી શૈલી કેળવતા હતા તેના નમૂના લેખે મને વાલજી ખોજાએ એ દિવસની બળદગાડીમાં સંભળાવેલી કહેણ યાદ રહી ગઈ છે. એ જુવાન હીપા ખુમાણુ અને બાપ રાવત ખુમાણની વાતમાં કેટલી સાદી ઉપમાઓ આવતી હતી !

બાપ દીકરાનું દોથા જેટલું ડીલ. શેરેક માટીમાંથી ઘડેલ હોય તેવા.

બેય જણા મની જાતની ઘોડીઉં માથે અસવાર.

ઘોડીઉંનો રંગ કોરી જગન્નાથી જેવો. બેય જણા કરિયાણે જીવા ખાચરને ઘેર કારજે જતા હતા.

ઘોડીએ ચડીને ઠેઠ ચૉરે ચાલ્યા આવ્યા ( કારજ પર આવનારે ગામઝાંપેથી પગે ચાલતા આવવું જોઈએ. )

ડાયરાની આંખમાં ખટક્યા.

વેણની ડોઢ્ય વળતી ગઈ (અર્થાત ડાયરામાં બેઠેલ બીજા કાઠીઓ આ બેઉ મહેમાનો સાથે કટાક્ષમાં બોલવા લાગ્યા.)

પછી એ અસભ્યતાનું વેર વાળવા માટે એ ગામના દરબારે આ બાપદીકરાને ઘેરથી બે મા–દીકરી ઘોડીઓ પૈકીની જે મા હતી તેની ચોરી કરાવી, એ ચોરની પાછળ પડવાને માટે જુવાન પુત્ર હીપો જ્યારે તૈયાર થયો, પણ માએ દીકરાને ખાઈને જવા કહેતાં હીપો જમવા બેઠો, તે લાક્ષણિક પ્રસંગનું વાલજી ઠક્કરે વર્ણન કર્યું તેનું ટૂંકુ ટાંચણ આમ છે —

મા કહે, ‘બટકું ખાતો જા.’

ખાવા બેઠો.

મા કહે, ‘બચા, હવે તું વાંસે ન ચડ તો ઠીક, કારણ કે વછેરીને પેટપીડ થશે.’

કમાડ ઝાલીને બાઈ (હીપાની વહુ) ઊભેલી એ બોલી: ‘ફુઇ, તો પછી ગલઢેરો (પોતાનો કાઠી પતિ) આ ઘોડીએ ચડીને ગામતરાં કરી નહિ શકે.’

‘કાં ?’