પૃષ્ઠ:Parkamma.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: પ્રયાણ બીજું
૧૧૭
 



જૂઠીબાઈએ વાડી કરવા માંડી. ગરમર રૂા. ૩૦૦ ની ઊતરી. પણ અષાઢી. બીજે કાંઇ બચત નહિ. જૂઠીબાઈ પણ સાધુસંતોને ખવરાવી દ્યે.

બધા એને ભગતની દીકરી જ જાણે.

ભગત જૂઠીબાઈ માટે વર ગોતવા માંડ્યા. એમાં ખાંભેથી જૂઠીબાઈને જોવા મહેમાન આવ્યા.

બાઇ ઉધાડે માથે બહાર આવી. મહેમાનોને પૂછયું, ‘શું કામે આવ્યા છો ?’

‘તને જોવા.’

‘બાપુ, હું ભગતની દીકરી નથી, હું તો ભગતની દીકરા-વહુ છું !’

મહેમાનો ચાલ્યા ગયા. પછી કોઈ આવ્યું નહિ.

જૂઠીબાઈ પાંસઠ વર્ષનાં થઈને મર્યાં.

દાદાભાઇ ગઢવી

વાલજીભાઈ ઠક્કરના જેવું જ મીઠું સ્મરણ ગઢવી દાદાભાઈનું છે. આસોદર ગામનો એ આધેડ ચારણ હતો. ખુશામદ આવડે નહિ. બોલવે ચાલવે ચાવળાઈ નહિ, ભાષામાં અતિરેક નહિ, ખોટા મલાવા નહિ, વાતું યાદ આવી જાય એમ ઠાવકી ઢબે કહેતા જાય. પહેલો મેળાપ ઝડપી બન્યો, જમાવટ થતા પહેલાં તો જુદા પડ્યા, પોતાને ઊંડો અફસોસ રહી ગયો. અમને મેળવનાર મિત્ર હાથીભાઈની પણ મનની મનમાં રહી ગઇ. ફરી મેળવ્યા પોતાને ઘેર લુવારિયા ગામમાં. ત્રણ દિવસ સાથે રહ્યા, તેમાં તો ગઢવી દાદાભાઇ સોળે કળાએ ખીલી ઊઠ્યા. એની કથાઓમાંથી આજે પણ પ્રધાન ધ્વનિ આ રહ્યો છે – ઘરધણી માણસની ઠંડી તાકાત અને મરદાઇ : ચમરબંધીની સામે પણ સામાન્ય આમજનતાનો પ્રતિનિધિ અન્યાયનો પ્રતિકાર કરતો ઊભો રહે અને અન્ય સેંકડો મગતરાં માનવીઓની માણસાઈને જાગ્રત કરે. એવો હતો દાદાભાઇએ વર્ણવેલો આહિર ભીમો ગરણિતો. (જુઓ રસધાર ભાગ ૫) એનું વ્યક્તિત્વ એક અચ્છા નવલિકાકારની અદાથી દાદાભાઇએ નાની એવી વાર્તામાં આલેખી આપ્યું. ટાંચણમાં