પૃષ્ઠ:Parkamma.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
પરકમ્મા :
 


ભેંસ એ એક જીવતું કાવ્ય હતું. એ મૂંગા પશુને દર્શન અને પ્રાપ્તિએ કવિતા પણ દૂઝણાંની પેઠે જ ‘પ્રાસવો’ મૂકતી, એટલે દૂધ મોકળાં મૂકતી. એટલે કાવ્યપ્રશસ્તિ દાતારની નહિ પણ એ પશુની બનતી. આ રહ્યું મારાં ટાંચણમાં એવા એક પશુદાન કામેલા ચારણનું રચેલું ભેંસ વિશેનું કાવ્ય—

ટેકા લેહન્તી આધોલાં બીચ, પ્હાડકાં ડગાતી ટુંક
ઝાડકાં ઉખેળે મૂળ ટાલ્લાસે જોરાણ;
હાડકાં ગોળ હીં જેનાં, થાક્યા હંસ જેમ હાલે
ખાણકી છકેલ તેમ ગજી હે ખોરાણ. ૧

અંગવાળા બાબ ઓ તો ગજાળા સરીખા ઓપે,
મીણ ગોળા જસા દેહ, શોભતી મોં-નાળ,
શીંગવાળા ઢાળા જાણે આંટાળા વિશેષ શોભે,
માપ મેં સાંકળાં ભલ્લી દીપતી માથાળ. ૨

કુંભી જસા મોદા તેમ ચાર તસુ ગૂડી કહાં,
થંભ દેવળારા જસા પાહોવાળા ગોક,
ગોળા જ્યું ધડારા ભાગ, હડાળા રૂપાળા ગણાં,
દૂધાળાં ભરેલાં હાડ પાતળાંગી ડોક. ૩

રોડવેલ પાસા ઢાળા, અંગવાળા ઘાટ રૂડા,
તેમ ચોડા પીઠ ભાગ દીપતા તમામ;
નખોડા એહવા બાબ નેતર’ચા પૂછ નામી,
દેખે અંબોડાળી ગ્રાગ દેવે સેસ દામ. ૪

પીંગળારા વ્રાક તેમ કાળા નાગ જસી પોતે,
ડુવાળાં આંચળા વાળાં વેંતકાં દેખાય,
પટાળા રામેવ વાળા, દાનહીં ભોપાળા પેખે,
બબે હી ગોવાળા દોવા વાળા બદલાય. ૫

ઘંબોડા શેકડા વાળી, ચલ્લે દૂધવાળી ધારા,
હિલોળી ભરે છે ઝબોળી હંમેશ,